• શનિવાર, 04 મે, 2024

દાતાઓના સહયોગ સાથે આ વર્ષે વધુ 50 મંદિરનાં નિર્માણનો સંકલ્પ

કનૈયાલાલ જોશી તરફથી  : મુંબઇ, તા. 23 : સ્વામિનારાયણ મંદિર-ભુજ સંચાલિત વિલેપાર્લે સ્થિત સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન દ્વારા મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના પેણ જિલ્લાના વરવણે ગામમાં વેદ મંત્રો અને શાત્રોક્ત વિધિથી સનાતન મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું. આગામી એક વર્ષમાં 50 સનાતન મંદિરનું નિર્માણ કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. વિશ્રાંતિ ભુવનના સંચાલક શાત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞા અને પુરાણી સ્વામી બાળકૃષ્ણદાસજીના આશીર્વાદથી કોંકણ અદિવાસી વિસ્તારના વરવણે ગામમાં સનાતન મંદિરનું નિર્માણ કરાયું છે. જે કાર્ય વિશ્રાંતિ ભુવનના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું છે જેમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી સાથે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.પાર્લેના વિશ્રાંતિ ભુવનના સંચાલક સંતો દ્વારા મહાનગરમાં સત્સંગ અને સંસ્કારના જતન સાથે વ્યસનમુક્તિ સહિતના વિવિધ સેવાકાર્યો ચાલી રહ્યા છે. સાથે આદિવાસી વિસ્તારોમાં પણ?ધર્મરક્ષાના કાર્યો ચાલે છે તેના ભાગરૂપે સનાતન મંદિરનું નિર્માણ કરાયું છે.પર્વતીય વિસ્તારમાં પ્રથમવાર સંતોનું આગમન થયું હોવાથી સ્થાનિકના તેમજ આસપાસના દસેક ગામના લોકો ઉમટયા હતા. ઠાકોરજીને તેડીને ઢોલ-નગારાના વાદન સાથે ગામમાં ગલીએ ગલીએ પરંપરાગત નૃત્ય કરતા શોભાયાત્રામાં જોડાયા હતા. મંદિરના ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે સ્વામી તીર્થમુનિદાસજી અને સ્વામી રામપ્રિયદાસજીએ ઉદ્બોધન કર્યું હતું. સ્વામી અક્ષરપ્રિયદાસજીએ ભુજ મંદિર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે ગ્રામવાસીઓને નવનિર્મિત મંદિરનો સદુપયોગ કરવા સાથે વ્યસનમુક્ત બનવા શીખ આપી હતી. પાર્લા મંદિર દ્વારા સૌ ઉપસ્થિતોને મિષ્ટાન, પકવાન સાથેનો ભોજન-પ્રસાદ, ફળો અને વત્રોનું વિતરણ કરાયું હતું. ભરતભાઇ?કારાણી, ભરતભાઇ?સંઘવી, જય ગાલા, દિનેશ શાહ (માપર) વિગેરે કાર્યકરોએ ઉપસ્થિત રહીને સેવાકાર્ય કર્યું હતું. આયોજનમાં સ્થાનિક સંતો સ્વામી રામપ્રિયદાસજી, સ્વામી રામાનુજદાસજી, સ્વામી તીર્થમુનિદાસજી આદિ સંતો, પાર્લા મંદિરના પ્રમુખ?રતિલાલ વાવિયા સાથે ભાસ્કર દવે, નરસિંહ ઢાઢી આદિ ટ્રસ્ટીઓ અને પાર્લા વિસ્તારના એકસોથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang