• શનિવાર, 04 મે, 2024

રાષ્ટ્ર ભક્તિનું કામ માની ભાજપને જીતાડવા અનુરોધ

ભુજ, તા. 24 : માંડવીમા કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાનું શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે તથા વિવિધ સમાજોના આગેવાનો સાથેનું મિલન યોજાયું હતું તો મોરબી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ છેવાડાના માનવી સુધી વિકાસની યશોગાથા વર્ણવી માંડવીમાંથી એક લાખથી વધુની લીડથી વિનોદભાઇને વિજયી બનાવવા અપીલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યાની ભાજપ સરકારની કામગીરી આગળ ધરી આર્થિક, સાંસ્કૃતિક, સુરક્ષા અને વિકાસ ક્ષેત્રે ભાજપનું નહિં રાષ્ટ્ર ભક્તિનું કામ માનીને વિનોદભાઇ રૂપી કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. વિનોદભાઇએ ધરતીકંપ પછીના કચ્છ જિલ્લાને અન્ય જિલ્લા સાથે સરખાવી મોદીજીની આગવી સુઝથી અકલ્પનીય વિકાસ કચ્છે કર્યો છે. તેઓએ કચ્છઊને પુર્નવસન સાથે સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભૌતિક અને આર્થિક સુવિધામાં વધારો કરી ચાર સ્તંભથી વિકાસ કર્યાનું જણાવતાં ખેતી, ઉદ્યોગ, પ્રવાસન અને ડેરીને પ્રાધાન્ય અપાયું છે. તેમણે મહેમાનોનું સન્માન મેહુલભાઇ શાહ તથા ડો. મૃગેશ બારડે, હરિશભાઇ ગણાત્રા તથા વિનેશભાઇ સંપટે, રાજેશ દોશીએ, હરેશ વિંઝોડાનું મુકેશ જોશી તથા નિશાંત શાહે કર્યું હતું. સંચાલન મિતેશ મહેતા તથા ઉદય ઠાકરે કર્યું હતું આભારવિધિ નગર સેવા સદનના સતા પક્ષના નેતા લાંતીકભાઇ શાહ તથા નગર સેવક પારસભાઇ સંઘવીએ કરી હતી. દરમ્યાન મોરબી વિધાનસભાના માળીયા તાલુકામાં બોડકી, ખીરસરા, તરધરી ગામે ચૂંટણી પ્રવાસ યોજવામાં આવ્યો હતો. વિનોદભાઈએ માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે  જમનાદાસ બાપુના વ્યાસપીઠે આયોજિત `શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' પ્રસંગે હાજરી આપી હતી ત્યારબાદ મોરબી .પી.એમ.સી.માં  વ્યાપારી સંગઠનના સૌ આગેવાન અને સભ્યો સાથે બેઠક યોજી પ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં ભારતભરમાં વ્યાપારક્ષેત્રે પૂરું પાડવામાં આવેલા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે વિદેશોમાં માલ - સામાન એક્ષપોર્ટ કરવા દરીયાઈ ક્ષેત્રે તથા હવાઈ માર્ગે સેવાઓને વધુને વધુ વિકસીત કરવાની દિશામાં થયેલા કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે મતદાન કરવા એવમ જનસમર્થન માટેની અપીલ કરી હતી. મોરબી વિધાનસભાના મોરબી શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને મતદાન કરવા વધુને વધુ પ્રચાર  પ્રસાર કરવા સાથે બુથ મજબુત કરવા આહ્વાન કર્યું હતું. રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભા સાંસદ  કેશરીદેવાસિંહ ઝાલા, પ્રદેશ ભા..પા ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ  રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબીના ધારાસભ્ય કાન્તિલાલભાઈ અમૃતિયા,  ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી  કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ આહિર, નરેન્દ્રાસિંહ ઝાલા,  શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જરીયા, પાર્ટી આગેવાનો, જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત હોદ્દેદાર સાથે સભ્યો, સામાજીક આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang