• શનિવાર, 04 મે, 2024

પોલીસ-જનરલ ઓબ્ઝર્વરે કરી મતગણતરી કેન્દ્રની સુરક્ષા સમીક્ષા

ભુજ, તા. 22 : કચ્છમાં ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે નિમાયેલા પોલીસ ઓબ્ઝર્વર, તથા બે-જનરલ ઓબ્ઝર્વર દ્વારા ભુજ એન્જિનીયરિંગ કોલેજ ખાતેના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ તથા મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. પોલીસ ઓબ્ઝર્વર સુનીલ કુમાર મીનાને 1-અબડાસા, 2-માંડવી, 3-ભુજ, 4-અંજાર, 5-ગાંધીધામ, 6-રાપર અને 65-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે નિયુક્ત કરાયા છે, તો જનરલ  ઓબ્ઝર્વર અમર કુશવ્હાને 1-અબડાસા, 2-માંડવી, 3-ભુજ, 4-અંજાર મતદાર વિભાગ તથા જનરલ  ઓબ્ઝર્વર બચનેશ કુમાર અગ્રવાલને 5-ગાંધીધામ, 6-રાપર અને 65-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે નિયુક્ત કરાયા છે. ત્રણે ઓબ્ઝર્વરે એન્જિનીયરિંગ કોલેજ ખાતે વિધાનસભા વિસ્તાર વાઇઝ બનાવેલા ઇવીએમ, વીવીપેટ સ્ટ્રોંગરૂમ, બેલેટપેપર સ્ટ્રોંગ રૂમ, મીડિયા રૂમ, ઓબ્ઝર્વર રૂમ, કાઉન્ટિંગ સેન્ટર, કંટ્રોલ રૂમ વગેરેની મુલાકાત લીધી હતી. સમયે તેમણે ઇવીએમની સુરક્ષા તથા મતગણતરી સમયે યોગ્ય રીતે કામગીરી થઇ શકે તે માટે ભરાયેલા જરૂરી સુરક્ષા તથા વ્યવસ્થાપનની સમીક્ષા કરી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઇ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ તથા અન્ય ચૂંટણીલક્ષી કામગીરીના સંદર્ભે નિમણૂક થયેલા નોડેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang