• શનિવાર, 04 મે, 2024

ગાંધીધામ રેલવે ઈન્સ્ટિટયૂટ ખાતે બેડમિન્ટન કોર્ટ અને ક્રિકેટ પેવેલિયનનું કરાયું લોકાર્પણ

ગાંધીધામ, તા. 22 : અહીંની રેલવે કોલોની ખાતે રેલવે ઈન્સ્ટિટયુટ સંચાલિત રમતગમત સંકુલ ખાતે વિવિધ સંસ્થાઓના સહયોગથી રમતગમતની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સંકુલમાં ઉભી કરાયેલી નવી સુવિધાઓથી ખેલાડીઓ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધશે તેવી લાગણી વેળાએ વ્યકત કરાઈ હતી. પરિસરમાં બેડમિન્ટન કોર્ટ અને ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સુવિધાયુકત પેવેલિયનનું આજે લોકાર્પણ કરાયું હતું. રેલવે ઈન્સ્ટિટયુટ ખાતે દીનદયાલ પોર્ટ અને મારવાડી યુવા મંચના સહયોગથી બનાવાયેલા બેડમિન્ટન કોર્ટ અને અંબાજી ગ્રુપ અને બીલીવ ગ્રુપના સહયોગથી બનાવાયેલા ક્રિકેટના પેવેલિયનનું ડી.આર.એમ. સુધીરકુમાર શર્માના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ડી.આર.એમ. શ્રી શર્માએ પરિસરમાં રમતગમતની સુવિધાઓ વિકસાવાઈ તે બદલ હર્ષની લાગણી વ્યકત કરી હતી અને સુવિધા થકી બાળકો રમતગમતના ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. દીનદયાલ પોર્ટના ઉપાધ્યક્ષ નંદીશ શુકલાએ શુભેચ્છા પાઠવી હતી. એરીયા રેલવે મેનેજર આશિષ ધાનિયાએ નવી વિકસાવાયેલી સુવિધા બદલ હર્ષની લાગણી વ્યકત કરી સહયોગ આપનારી સંસ્થાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. વેળાએ મારવાડી યુવા મંચના પુર્વ પ્રમુખ જીતેન્દ્ર સી. જૈન, મંચના પ્રમુખ પ્રિતેશ પારખ, મંત્રી અનિલ સાલેચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વેળાએ મંચ દ્વારા ડી.આર.એમ. સાથે ભુજ બરેલીમાં ફર્સ્ટ .સી. અને સેકંડ એસીનો કોચ જોડવા અને જોધપુરની ટ્રેનને દૈનિક કરવા સહિતના મુદે ચર્ચા વિચારણા કરી હતી. ઈન્સ્ટિટયુટ ખાતેના ક્રિકેટ મેદાનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે કંપનીઓના આર્થિક સહયોગથી વિકસાવાયેલી સુવિધાથી ખેલાડીઓને લાભ થશે. ભવિષ્યમાં પણ રમતગમતની વધુ સુવિધાઓ વિકસાવવાની નેમ ઈન્સ્ટિટયુટ દ્વારા કરવામાં આવી હતી. ખેલાડીઓને સુવિધા મળે તે હેતુથી સુવિધા વિકસાવવામાં આવી હોવાનું અંબાજી ગ્રુપના મહેશ પુજ અને ડેની શાહે જણાવ્યું હતું. પેવેલિયનના લોકાર્પણ વેળાએ મનોજસિંગ જાદોન, બીલીવ ગ્રુપના ભરતસિંગ ધનવારીયા, સક્ષમ ધનવારીયા, કૃતજ્ઞ ધનવારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં રેલવે ઈન્સ્ટિયુટના સંજીત સિંઘ, નરપતસિંહ પરમાર, વિરેન્દ્ર બાથમ તેમજ અન્યો સહયોગી બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang