• શનિવાર, 04 મે, 2024

ભુજમાં હાટકેશ જયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી

ભુજ, તા. 22 : વડનગર નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ અને હાટકેશ પાટોત્સવ ઉજવણી સમિતિના સંયુક્ત ઉપક્રમે હાટકેશ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંબિકા સદનના લોકાર્પણ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીના પ્રારંભે અંબિકા સદનનું ઉદ્ઘાટન કરાયું હતું. ગાયત્રી હવનની વિધિ તરુલતાબેન કૈલાશભાઈ અંતાણી દંપતીના હસ્તે સંપન્ન કરાઈ હતી. હવનની વિધિ દિનેશ અંતાણીએ કરાવી હતી. દાતા પરિવારના સભ્યોએ હવનમાં આહુતિ આપી હતી. લઘુરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હાટકેશ્વર મંદિરે આવી હતી. રવાડી દરમ્યાન ગેરવાળી વંડી ગરબી મંડળ તરફથી જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતાનું સન્માન સંજીવભાઈ બુચે, મંત્રી ડો. ઉર્મિલ હાથીનું ભાવેશભાઈ પાઠકે તો ટ્રસ્ટી નિશાંત વોરાનું સન્માન દીપક ઠક્કરે કર્યું હતું. સચિવાલય ગ્રુપ તેમજ શિવમ ભરતભાઈ વૈષ્ણવના સ્મરણાર્થે કલ્પનાબેન ભરતભાઈ વૈષ્ણવ તરફથી આનુસાંગિક સહયોગ મળ્યો હતો. લઘુરુદ્રીની પૂર્ણાહુતિ પૂર્તિબેન કેતનભાઈ વૈષ્ણવ દંપતી દ્વારા કરાઈ હતી. લઘુરુદ્રની વિધિ ખંજનભાઈ અનિમેષ વોરા દ્વારા કરવામાં આવી હતી. તેઓની મદદમાં નિકુંજ ભૂપેન્દ્રભાઈ જોશી તથા પ્રેયષ મુકેશભાઈ ધોળકિયા રહ્યા હતા. લઘુરુદ્રની પૂર્ણાહુતિ બાદ કિશોરભાઈ વ્યાસ, હરમન ઝાલા દ્વારા મહાઆરતી યોજાઈ હતી. પૂજનવિધિ કનુભાઈ વ્યાસ દ્વારા કરાઈ હતી. સાંજના જ્ઞાતિજનો તથા આમંત્રિતો માટે હાટકેશ કોમ્પ્લેક્ષ મધ્યે મહાપ્રસાદ યોજાયો હતો. પાલખીયાત્રાનો લાભ પ્રતિક કેતન ધોળકિયા, અંકિત અનિલ વૈદ્ય, પ્રત્યુષ દર્શક અંજારિયા, અંકિત જ્યોતિષભાઈ અંજારિયા, રાકેશ કમલેશ વૈદ્ય, હર્ષ સુધીર વોરા અને વેદાંત તુષાર પટ્ટણીએ લાધો હતો. હેમયજ્ઞ સ્વ. યજ્ઞેશભાઈ ઝવેરીલાલ ધોળકિયા તરફથી સ્વ. ભુજંગીલાલ વિજયશંકર સ્વાદિયાના પુત્રી હેમાબેન યજ્ઞેશભાઈ ધોળકિયાના સ્મરણાર્થે પ્રેમાંશુ ગિરીશભાઈ ધોળકિયા તરફથી જ્ઞાતિને રૂપિયા 1,11,111નું દાન અપાયું હતું. બે દિવસીય ઉજવણીમાં જ્ઞાતિના સમસ્ત મંડળોનો સહયોગ મળ્યો હતો. હોદેદારો, સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ભચાઉનાં હાટકેશ મંદિરના પૂજારી ભરતપુરી નેણપુરી ગોસ્વામી અને વત્સલપુરીએ હાટકેશ જયંતિ પ્રસંગે રુદ્રાભિષેક, પૂજન આરતી, થાળ, પ્રસાદ, દીપમાળાનું આયોજન કર્યું હતું. મહારાજ કનૈયાલાલ નાકરએ ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. વિરેન ઠક્કરનો સહયોગ મળ્યો હતો. લખપત તાલુકાનાં માતાના મઢ નજીક આવેલા કંઢોરા ગામે પૂજારી રાજેશભાઈ દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો હાથ ધરાયા હતા એમ અગ્રણી ગનુભા દેવુભા જાડેજાએ જણાવ્યું હતું. સ્વરૂપાસિંહ જાડેજા, જીતુભા . આગેવાનોનો સહયોગ મળ્યો હતો. ભુજ હાટકેશ સેવા મંડળનું માર્ગદર્શન મળ્યું હતું. હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા પાટોત્સવની ઉજવણી નિમિત્તે સાડી સ્પર્ધા તેમજ પિતાંબરી  સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતા. વિભાકર અંતાણી, આશિષ વૈદ્ય, જયશ્રીબેન હાથી, જગદીશચંદ્ર છાયા સહિત હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang