• શનિવાર, 04 મે, 2024

ગાંધીધામમાં હાટકેશ જયંતીએ જ્ઞાતિની વેબસાઇટનું લોન્ચિંગ

ગાંધીધામ, તા. 22 : અહીંના સમસ્ત નાગર મંડળ દ્વારા ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવની જન્મ જયંતી `હાટકેશ જયંતી'ની વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વેળાએ યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વેળાએ સવારે શહેરના ઝંડાચોક સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂદ્રી, પુજાનું આયોજન કરાયું હતું. નિમિષાબેન ધીરેનભાઈ છાયા દંપતિએ પુજાવિધિનો લાભ લીધો હતો. રુદ્રી, પુજા દરમ્યાન શિવ મહીમ્ન સ્તોત્ર સહિતના સ્તોત્રનું સમુહગાન કરવામાં આવ્યું હતું. બપોરે હાટકેશ્વર ભગવાનની મહાઆરતી કરાઈ હતી. સાંજે લાયન્સ કલબ ખાતે જ્ઞાતિની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જ્ઞાતિ પ્રમુખ ધિરેન છાયાએ વર્ષ દરમ્યાન જ્ઞાતિની  વિવિધ પ્રવૃતિનો ચિતાર આપ્યો હતો અને ભાવિ આયોજનો અંગે ખ્યાલ આપ્યો હતો અને જ્ઞાતિજનોના વધુ સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. વેળાએ મંડળની વેબસાઈટ ssnmg.org.inનું પ્રદિપભાઈ છાયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્ઞાતિ ઉત્કર્ષ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વેળાએ નવી કારોબારીની રચના અંગેની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આયોજનને પાર પાડવા જ્ઞાતિ પ્રમુખના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ સંજય મહેતા, માનદમંત્રી રામકૃષ્ણ મહેતા, સહમંત્રી સંજય ધોળકીયા, કારોબારી સભ્યો દ્વૈપાયન ઢેબર, હરસિધ્ધ વૈદ્ય, યશેષ બુચ, નિલય વૈદ્ય, ખંજન અંજારીયા, ફાલ્ગુની મહેતા વિગેરે સહયોગી બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang