નવી દિલ્હી, તા. 1 : કોકરોચ જનતા
પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાની માગણી સાથે આવતીકાલે શુક્રવારે
મુંબઈમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે.
સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ એલાન કર્યું હતું કે, જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી
આંદોલન જારી રહેશે. તેમના રાજીનામાંથી ઓછું કંઇ નહીં ચાલે. સીજેપીના સહ-સ્થાપક આશુતોષ
રંકાએ વિરોધ પ્રદર્શન અંગે મોટી જાહેરાત કરી છે. મુંબઈના શિવાજી પાર્કમાં યોજાનારા
કોકરોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન અંગે રાંકાએ કહ્યું કે, જ્ઞાનેશકુમાર
રાજીનામું ન આપે, ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે. તેમણે આરોપ લગાવ્યો કે, મતદારયાદીમાંથી
લોકોનાં નામ દૂર કરતાં પહેલાં તેમની પરવાનગી લેવામાં આવી ન હતી, તો પછી સરકાર વિરોધ પ્રદર્શન માટે પરવાનગી લેવાની અપેક્ષા કેમ રાખી રહી છે.કોકરોચ
જનતા પાર્ટીના સ્થાપક રાજીનામાંથી ઓછું કંઇ
નહીં અભિજિત દીપકેએ પણ મુખ્ય ચૂંટણી કમિશ્નરનાં રાજીનામાની માગણી કરી છે. દીપકેએ કહ્યું
કે, જો સરકાર તેમને ત્રણ દિવસ નહીં, ત્રણ
મહિના માટે જેલમાં ધકેલી દે, તો પણ તેમના વિરોધ પ્રદર્શન બંધ
થશે નહીં. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર
ફડણવીસે અગાઉ કહ્યું હતું કે, ત્રણ દિવસ માટે જામીન નહીં આપે
તેના જવાબમાં દીપકેએ કહ્યું કે, જો સરકાર તેને ત્રણ દિવસ માટે
નહીં, ત્રણ મહિના માટે પણ જેલમાં ધકેલી દે, તો તેઓ તૈયાર છે. નોંધનીય છે કે, અગાઉ 24 સપ્ટેમ્બરના કોકરોચ જનતા પાર્ટીએ
જ્ઞાનેશકુમારને 48 કલાકની અંદર
રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો તેઓ રાજીનામું નહીં આપે, તો પાર્ટીએ દેશવ્યાપી વિરોધ શરૂ કરવાની ધમકી
આપી હતી. દિપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર પર એસઆઈઆર દ્વારા દેશમાં 130 મિલિયનથી વધુ મત કાઢી નાખવાનો
આરોપ પણ લગાવ્યો હતો. લોકો અધિકારથી વંચિત
રાખવામાં આવી રહ્યા છે. લોકશાહીનો અર્થ એ છે કે,
લોકોએ તેમની સરકાર પસંદ કરવી જોઈએ, પરંતુ જ્યારથી
જ્ઞાનેશકુમાર મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે, ત્યારથી સરકાર નક્કી
કરી રહી છે કે, કોને મતદાન કરવું અને કોને નહીં, તેવો આરોપ દીપકેએ મૂકયો હતો.