• મંગળવાર, 28 જુલાઈ, 2026

સંસદ કૂચની હિંસામાં સામેલ 989 ગંભીર ગુનાના આરોપી !

નવી દિલ્હી, તા. 27 : વીતેલા સોમવારે દિલ્હીમાં યોજાયેલી સંસદ કૂચ દરમ્યાન થયેલી હિંસામાં સામેલ લોકોમાંથી 989 લોકો હત્યા, લૂંટ, મહિલાઓ પર અત્યાચાર જેવા ગંભીર અપરાધોના આરોપી હતા, તેવું દિલ્હી પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું. આવા આરોપીઓમાંથી 101 સામે હત્યા, 284 લોકો સામે લૂંટ અને 92 લોકો સામે મહિલાઓ પર જાતીય હુમલા સહિત અત્યાચારોના ગંભીર આરોપો છે અને વિધિવત ગુના પણ નોંધાયેલા છે. પોલીસજવાનો પર હુમલા અને વાહનોને નુકસાન પહેંચાડવા જેવી હિંસક પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2873 લોકોની સીસીટીવી ફૂટેજમાંથી પોલીસે ઓળખ કરી હતી.

Panchang

dd