• શનિવાર, 04 મે, 2024

ચૂંટણી પર નિયંત્રણનું કામ અમારું નહીં : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) દ્વારા થયેલાં મતદાનની પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) સાથે ખરાઈ કરાવવા મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કેટલીક મહત્ત્વની ટિપ્પણી કરી કે તે ચૂંટણી માટે નિયંત્રણ રાખનારી સતા નથી અને બંધારણીય ઓથોરિટી ભારતના ચૂંટણી પંચના કામકાજને નિર્દેશિત કરી શકે. સુપ્રીમે કહ્યંy કે અમે ચૂંટણીઓને નિયંત્રિત કરી શકીએ, જે કોઈ અન્ય બંધારણીય પ્રાધિકરણ (ચૂંટણી પંચ) દ્વારા આયોજિત થવાની છે. ચૂંટણી પંચે શંકાને દૂર કરી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની બેંચે કહ્યંy કે તે માત્ર શંકાને આધારે કાર્યવાહી કરી શકે. અરજીને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તરફથી દાખલ કરવામાં આવી હતી. એડીઆર વતી હાજર થયેલા વકીલ પ્રશાંત ભૂષણના સવાલોના જવાબ આપતાં કોર્ટે કહ્યંy કે જો તમે કોઈ વિચાર-પ્રક્રિયા  અંગે પૂર્વનિર્ધારિત છો, તો અમે તમારી મદદ કરી શકીએ. અમે અહીં તમારા વિચાર બદલવા માટે નથી. સુપ્રીમ કોર્ટે ઇવીએમની કાર્યપ્રણાલીની કેટલીક ખાસ બાબતો અંગે બુધવારે ચૂંટણી પંચ પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું. સાથે ચૂંટણી પંચના એક ટોચના અધિકારીને બપોરે બે વાગ્યે હાજર થવા નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીએ ઇવીએમ, વીવીપેટ કેવી રીતે કામ કરે છે ? તે અંગે કોર્ટમાં પ્રસ્તુતિ આપી,  સવાલોના જવાબ આપ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યંy કે કેટલાક મુદાઓ પર સ્પષ્ટીકરણ જરૂરી છે, કારણ કે ઇવીએમ અંગે છાશવારે પૂછવામાં આવતા સવાલો અંગે ચૂંટણી પંચે જે જવાબ આપ્યા છે તેમાં કેટલાક ભ્રમ છે. ચૂંટણી પંચના અધિકારીની ઉપસ્થિતિમાં ઇવીએમની માઇક્રોચિપ સહિત અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang