• શનિવાર, 04 મે, 2024

ગડકરી ભાષણ કરતાં બેભાન થયા

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી ભાષણ આપતી વખતે મંચ પર અચાનક ઢળી પડયા હતા. મંચ પર ઉપસ્થિતોએ તત્કાળ તેમને સારવાર માટે ખસેડયા હતા. ગડકરી મંચ પર ભાષણ આપી રહ્યા હતા તે વખતે ઘટના બની હતી. ચૂંટણીસભાને તેઓ સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડયા હતા. મંચ પર અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મંચ પર ઉપસ્થિતોએ તેમને સંભાળ્યા હતા અને તત્કાળ સારવાર માટે  લઈ જવાયા હતા.ગડકરી નાગપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર પર પહેલા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. અહીં ગડકરીનો સામનો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ગડકરીની તબીયત અચાનક લથડી હોય તેવું પહેલી વખત બન્યું હતું. પહેલાં, 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં કાર્યક્રમ દરમ્યાન મંચ પર તેઓ બેભાન થઈ ગયા હતા. તે વખતે એવું જણાવવામાં આવ્યું હતું કે તેમનું શુગર ઘટી જવાથી આવું બન્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang