• શનિવાર, 04 મે, 2024

ખડગેએ મોદીને મળવા માગ્યો સમય

નવી દિલ્હી, તા.22 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માગ્યો છે. સોમવારે ખડગેએ જણાવ્યું હતું કે પીએમ અમારા ચૂંટણી ઢંઢેરાને યોગ્ય રીતે સમજી શક્યા નથી. તેમને મળીને ઢંઢેરો સમજાવવા માગીએ છીએ. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ કોંગ્રેસના ચૂંટણીઢંઢેરાને મુસ્લિમ લીગનો ચૂંટણીઢંઢેરો ગણાવીને નિશાન બનાવી રહ્યા છે. પીએમે ગઈકાલે રાજસ્થાનના બાંસવાડામાં અને આજે ઉત્તરપ્રદેશના અલીગઢમાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ જનતાની કમાણી છીનવીને વધુ બાળકો વાળાઓને આપવા માગે છે. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે ચૂંટણી ઢંઢેરાની પ્રતો અમારા પક્ષના નેતાઓ અને લોકસભાના ઉમેદવારો દ્વારા વડાપ્રધાનને મોકલવામાં આવશે. એટલું નહીં, પક્ષ ચૂંટણીપંચને એક લાખ લોકોના હસ્તાક્ષર કરાવીને એક અરજી પણ દાખલ કરશે. વેણુગોપાલે કહ્યું કે વડાપ્રધાન જે કહી રહ્યા છે તે અમારા ઢંઢેરામાં નથી. તેઓ મત માટે સાંપ્રદાયિક ધ્રૂવીકરણનો પ્રયાસ કરી રહ્યા છે. શું ચૂંટણીપંચે તેમને જૂઠ બોલવાની છૂટ આપેલી છે? ચૂંટણીપંચ દરેક વાતમાં હસ્તક્ષેપ કરે છે ત્યારે મુદ્દા પર ચુપ શા માટે છે?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang