ભુજ, તા. 2 : માધાપરમાં સગીરાને લગ્નની લાલચ
આપી છેલ્લાં ત્રણેક વર્ષથી અવાર-નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ
નોંધાવાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે આજે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીની કાકાઈ
ભત્રીજી 17 વર્ષની છ માસવાળીને આરોપી અફઝલ
રજાક મેમણ (રહે. ખેતરપાળ મંદિર પાસે, જૂનાવાસ, માધાપર)એ લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા ત્રણેક
વર્ષથી અવાર-નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું. પોલીસે દુષ્કર્મ-પોકસો સહિતની
કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઈ એ.કે. જાડેજાએ હાથ ધરી છે.