ભુજ, તા. 27 : નખત્રાણાની ગેરેજના આંગણામાં
બોડીકામ માટેની ટ્રકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે નખત્રાણા પોલીસ મથકે
મૂળ જીંદાય હાલે માધાપર (તા. ભુજ) રહેતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી નાથાભાઇ કાયાભાઇ આયરે
નોંધાવેલી ફરિયાદ મુજબ છએક માસ પૂર્વે તેમના કબજાની ટ્રક નં. જી.જે. 12 એ.યુ. 7542વાળી નખત્રાણા ખાતે આવેલી વિશ્વકર્મા
માર્કેટની અંદર રિયાઝ ટ્રક બોડી ગેરેજમાં બોડીકામ માટે રાખી હતી. કિં. રૂા. 7.50 લાખવાળી આ ટ્રક રિયાઝ ગેરેજના
આંગણામાંથી ગત તા. 10/7ના રાતથી
બીજા દિવસની સવાર સુધી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો છે. પોલીસે ચોરીની ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે.