• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મુંદરા લૂંટ પ્રયાસમાં પોલીસ તપાસ તેજ

મુંદરા, તા. 10 : અહીંના બારોઇ રોડ પર ગઈકાલે ધોળે દિવસે  સોની વેપારીની પેઢી પર ફાયારિંગ કરી લૂંટના પ્રયાસની ચકચારી ઘટના મામલે  પોલીસ તપાસ તેજ બની છે.  મંગળવારે ભુજથી એફ. એસ. એલ. અધિકારીઓ અને ડોગ સ્કવોડની ટીમે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મુંદરા પોલીસ દ્વારા પંચનામા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. સાંજે જિલ્લા પોલીસવડા  પણ મુંદરા પહોંચ્યા હતા અને તપાસ કામગીરી તેમજ અન્ય કાયદો વ્યવસ્થા મુદ્દે પૂછતાછ જ કરી હતી. પોલીસ સૂત્રોના કહેવા મુજબ, મધ્ય પ્રદેશના એક લૂંટારુની સઘન પૂછપરછ સાથે અલગ અલગ સ્થળોનાં સીસીટીવી ફૂટેજની તપાસાયાં  છે. આ સાથે જ નાસી છૂટેલા ત્રણ લૂંટારુના સઘડ મેળવાઇ રહ્યા છે. નોંધનીય છે કે, આ ચકચારી બનાવમાં વ્યાપારી પિતા-પુત્ર રાજેન્દ્ર પાટણિયા અને વિશાલ પાટણિયાએ હિંમતપૂર્વક સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવી એક લૂંટારુને ઝડપ્યો હતો. ગઈકાલે રાજકીય, સામાજિક તેમજ વ્યાપારિક વર્તુળોમાંથી પોલીસનાં કડકાઈપૂર્વક પગલાંની માંગ ઊઠી હતી. - પોલીસ વેરિફિકેશનમાં દરેકની યોગ્ય પદ્ધતિથી ખરાઈ જરૂરી  : બીજીતરફ, ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની ઓળખનોંધણી સાથે બી રોલ યોગ્ય ભરાય એ બાબત પર જાણકારો ભાર મૂકી રહ્યા છે. કાયદો વ્યવસ્થા તેમજ કંપની સાથે જોડાયેલા કેટલાક જાગૃતોએ ધ્યાન દોર્યું હતું કે, ખાનગી કંપનીઓમાં કામ કરવા માટે રાજ્ય બહારથી કોઈ પણ વ્યક્તિ આવે, તો તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે કે નહીં તેનું પોલીસ પ્રમાણપત્રપોલીસ વેરિફિકેશન જરૂરી હોય છે, પરંતુ મુંદરા તાલુકામાં આવતા કામદારોની સંખ્યા મોટી છે એ કારણે કે પછી પોલીસ તંત્રનો સ્ટાફ ઓછો ગણો આવું રીફિકેશન બહુ ઝડપી અપાઈ જાય છે. ખરેખર આવનારી વ્યક્તિ જે વિસ્તારમાંથી આવે છે, ત્યાંનાં પોલીસ સ્ટેશનમાંથી તેનો ઇતિહાસ તપાસી ખરાઈ કરવી જરૂરી છે, પણ બધું દરેક સમયે થતું નથી તેવો આ જાણકારોએ ગંભીર આરોપ ઉઠાવ્યો હતો.  

Panchang

dd