• ગુરુવાર, 12 જૂન, 2025

મુંદરામાં આંકડાનો જુગાર રમતો ઈસમ ઝડપાયો

ભુજ, તા. 21 : મુંદરામાં જાહેરમાં મિલન બજારનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા મુરાદ જકરિયા નામના ઈસમને મુંદરા પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂા. 1350 જપ્ત કર્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મુંદરાના વાકલ બજાર ચોકમાં જાહેરમાં આંકડો લેતા મુરાદ જકરિયાને પોલીસે પકડી પાડી તેની પાસેથી આંકડાનું સાહિત્ય તથા રોકડા રૂા. 1350 જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd