• મંગળવાર, 17 જૂન, 2025

અંજારમાં જૈન જાગૃતિ સેન્ટરના ઉપક્રમે યોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આરઆરપીસી ટીમ વિજેતા

અંજાર, તા. 9 : અહીંના  જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જૈન સમાજ માટે રાત્રિ ક્રિકેટ  ટૂર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં આઠ ટીમે ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં ફાઇનલ મેચ દિગેશભાઈ ભણસારીની આર.આર.પી.સી. ટીમ અને  સમીરભાઈ શાહની શાહ એન્ડ શાહ વચ્ચે રમાઈ હતી. ભારે રસાકસીના અંતે આર.આર.પી.સી.ની ટીમ  વિજેતા બની હતી.   ટૂર્નામેન્ટમાં ટીમ ઓનર દર્શનભાઈ ભરતભાઈ શાહદિગેશભાઈ ભણસાલી, સમીરભાઈ શાહ, જિજ્ઞેશભાઈ દોશી, ડેનિભાઈ શાહરોહિતભાઈ શેઠ, નિશુભાઈ સંઘવી અને ધર્મેન્દ્રભાઈ મહેતાની ટીમે ભાગ લીધો હતો. આ પ્રસંગે વક્તવ્ય આપતા સંસ્થાના પ્રમુખ ડેની શાહે જણાવ્યું હતું કે, આ પ્રકારના  આયોજનથી યુવાઓમાં ખેલ શક્તિનો વિકાસ થાય છે અને સમાજમાં એકતા આવે છે, તેની સાથે-સાથે મનોરંજનસભર વાતાવરણ પણ ઊભું થાય છે.  મામ જ્ઞાતિજનોએ ખભેખભા મિલાવી આ આયોજનને સફળ બનાવ્યું તે અભિનંદનને પાત્ર છે. ફાઇનલ મેચની શરૂઆત પાવન દોશી, જીલ દોશી, ભૂમિલ શાહ, સમ્યંક શાહ, દર્શનીલ ગઢેચા, ચેતન ગઢેચા, પુનિત શાહે કરાવી હતી, જ્યારે મેચની ટ્રોફી જે.જે.સી.ના સભ્યો દ્વારા એનાયત કરવામાં આવી હતી. આ મેચનાં આયોજન દરમિયાન સમાજના કિશોર, બાળકો અને મહિલા વિંગના સભ્યોએ પણ ક્રિકેટ મેચ રમવાનો આનંદ માણ્યો હતો.  આ ફાઇનલ મેચ દરમિયાન સમાજના પ્રમુખ જગદીશભાઈ સંઘવી, મહેશભાઈ દોશી, જયેન્દ્રભાઈ પારેખ, અતુલભાઇ ભણસાલી, મુકેશભાઈ શાહ, દક્ષાબેન ચુડગર, મીનાબેન ભણસારી, પરેશભાઈ ભણસાલી, શીતલભાઈ શાહ, પંકજભાઈ સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટરના મંત્રી  પારસભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન રાજનભાઈ વોરા, સમીરભાઈ શાહ, મૌલિકભાઈ શાહ, પુનિતભાઈ શાહ તથા સભ્યો ચેતનભાઇ દોશી, નેહલભાઈ દલાલ, કૃણાલભાઈ મહેતા, વિશાલભાઈ વોરા, હિરેનભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ વોરા, રોહિતભાઈ સંઘવી, નીલેશભાઈ શાહ, દિનેશભાઈ ભણસાલી, નીલેશભાઈ મામા, વિનયભાઈ દોશી, વિશાલભાઈ જે. શાહ, ચિંતનભાઈ દોશી વગેરેએ સહકાર આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd