• શનિવાર, 04 મે, 2024

વાંકી પાસે ગુડથર પગપાળા જતી ત્રણ મહિલાને બાઇકે હડફેટે લેતાં ઘાયલ

ભુજ, તા. 24 : ગઇકાલે મુંદરાના રતાડિયાથી મતિયાદેવના મેળા ગુડથર-નલિયા પગપાળા જવા ત્રણ મહિલા નીકળી હતી. વાંકીથી ટપ્પર વચ્ચે બાઇકે મહિલાઓને હડફેટે લેતાં ઘાયલ થતાં બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ?છે. અંગે પ્રાગપર પોલીસ મથકે નીશાબેન અશોકભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મતિયાદેવના મેળામાં પગપાળા જવા ગામથી સાંજે નીકળ્યા બાદ રાતે વાંકીથી ટપ્પર વચ્ચે વાંકી બાજુથી પૂરપાટ આવતી બાઇકે ફરિયાદી ઉપરાંત રમીલાબેન તથા ભાવનાબેનને પાછળથી ભટકાડી ફંગોળી દીધા હતા. ફરિયાદીને માથા અને શરીરે સામાન્ય ઇજા તથા રમીલાબેનને માથામાં 10?ટાંકા અને ભાવનાબેનને ડાબા પગે અસ્થિભંગ અને માથામાં ઇજા પહોંચી હતી. અકસ્માત સમયે ગામના પગપાળા જતા સંઘના માણસો એકત્ર થઇ?ગયા હતા અને ગામના સુરેશભાઇ મહેશ્વરીએ બાઇકચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ જયેન્દ્રસિંહ તખુભા જાડેજા (રહે. ટપ્પર, તા. મુંદરા) જણાવ્યું હોવાથી આરોપી જયેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ?છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang