• શનિવાર, 04 મે, 2024

સમરીવાંઢની નદીમાં લાકડાં કાપવા ગયેલો કિશોર ડૂબ્યો

ભુજ, તા. 24 : તાલુકાના અંતરિયાળ એવા રતડિયાની સમરીવાંઢનો 15 વર્ષીય કિશોર સિધિક ગની સમા આજે સીમમાં લાકડા કાપવા ગયો હતો. વચ્ચે તે નદીમાં હાથ-પગ ધોવા જતાં નદીના પાણીમાં પડી જતાં તેનું ડૂબવાથી મોત થયું હતું. બીજીતરફ ભુજની જૂની રાવલવાડીમાં રહેતી 28 વર્ષીય પરિણીતા ગંગાબેન મહેન્દ્રભાઇ?બુચિયાએ ગઇકાલે અકળ કારણે એસિડ?ગટગટાવી પોતાના જીવનનો અંત આણ્યો હતો. ભુજ તાલુકાના રતડિયાની સમરીવાંઢમાં રહેતો 15 વર્ષીય કિશોર સિધિક ગની સમા આજે લાકડા કાપવા સીમમાં ગયો હતો. બપોરે સમરીવાંઢની નદીમાં સિધિક હાથ-પગ ધોવા ગયો હતો અને ચક્કર આવવાથી તે નદીમાં પડી ગયો હતો. નદીમાં ડૂબેલા સિધિકને પાણીમાંથી બહાર કાઢી ખાવડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો ખાવડા પોલીસ મથકે સમરીવાંઢના અમીન સિધિક ડોસો જાતે સમાએ જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભુજના કોડકી રોડ?જૂની રાવલવાડીમાં રહેતા 28 વર્ષીય પરિણીતા ગંગાબેન મહેન્દ્રભાઇ બુચિયાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે કોઇ?અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેને સારવાર અર્થે તેના દિયર સુરેશભાઇ મહેશ્વરી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેમનું રાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. -ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang