• શનિવાર, 04 મે, 2024

ભુજમાં ગાંધીનગરીમાં હત્યાના આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 24 : ગત તા. 21-6-23ના તૈયબ ઇબ્રાહીમ સમા (રહે. નાના દિનારા-ખાવડા)ના આઠ સગા-સંબંધી બે વાહનમાં ઘાતક હથિયારો સાથે જુમા અલાના સમાને મારી નાખવા માટે ભુજના ગાંધીનગરીમાં રશીદ જુમા સમાના ઘરે આવી આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. છોડાવવા વચ્ચે પડતાં રસીદને પણ જીવલેણ ઇજાઓ કરી હતી. અંગે રસીદે ફરિયાદ નોંધાવી હતી અને જુમાનું જીવલેણ ઇજાના લીધે મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યા કેસમાં સાત આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. તે પૈકી આરોપી અમીન સિધિક સમા જે આરોપી તૈયબ ઇબ્રાહીમ સમાનો જમાઇ થાય છે. આરોપી અમીને હત્યાના કેસમાં નિયમિત જામીન મેળવવા ભુજની સેશન્સ કોર્ટમાં જુદા-જુદા કારણો રજૂ કરી અરજી કરી હતી.  કેસમાં અગાઉ અન્ય આરોપીઓના જામીન હાઇકોર્ટ સુધી નામંજૂર થયા છે. અધિક સરકારી વકીલ પી.વી. વાણિયાએ અગાઉ નામંજૂર જામીન હુકમો રજૂ કરી વિગતવાર વાંધાઓ નોંધાવ્યા હતા. ચાર્જશીટના કાગળો અને વાંધાઓ ધ્યાને લઇ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. મરણજનાર જુમાના ભાઇ મામદ સમા તરફે સિનિયર ધારાશાત્રી દેવરાજભાઇ વી. ગઢવી, વાય.વી. વોરા, . એન. મહેતા, એચ. કે. ગઢવી, એસ.એસ. ગઢવી હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang