• શનિવાર, 04 મે, 2024

અંજારની ભાગોળે હાઈવે ઉપર ચોરાઉ સોયાતેલનો જથ્થો ઝડપાયો

ગાંધીધામ, તા. 22 : અંજાર નજીક હોટેલ પાસે ચોરાઉ મનાતા તેલના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પુર્વ  બાતમીના આધારે એસ.ઓઁ.જી. દ્વારા આજે સવારના અરસામાં કાર્યવાહી કરવામાં આવી હતી.  અંજાર મુંદરા  રોડ ઉપર આઈ માતા હોટેલની પાછળના ભાગે ચાર કેરબા કબ્જે કરાયા હતા. જેમાં 120 લીટર સોયાતેલ ભરેલું હતું. કબ્જે કરાયેલા જથ્થાની કિંમત રૂ. 9,600 આંકવામાં આવી છે. પોલેસે આરોપી કુહારામ આસારામજી પ્રજાપતિને ઝડપી પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang