• બુધવાર, 22 મે, 2024

અવસાન નોંધ

ભુજ : દુર્ગાદાસ સંતરામદાસ પંજવાણી (મુન્નાભાઇ) (રસમંદિર) (.. 68) તે સ્વ. સંતરામદાસ તથા સ્વ. લાજવંતીના પુત્ર, (મુંબઇ) મુલચંદ, નંદુ, ધર્મેશ, લતા, હરદેવી, હીરાના ભાઇ, ગીતાબેનના પતિ, સ્વ. મનીષ, હિતેષ, પવનના પિતા, નીકિતા અને યશના દાદા, સ્વ. સેવકરામ અને નાનકરામના જમાઇ, લીલા, નીતા, પુષ્પા, સુનીલ, કમલેશ, હરેશ, ધર્મેન્દ્રના બનેવી, દિલીપભાઇ, હરેશભાઇના સાઢુભાઇ તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2024ના સાંજે 5.30થી 6.30 લાલ ટેકરી, ગુરુદ્વારા ખાતે.

ભુજ : હલીમાબેન આમદ (..75) તે . હાજી આમદ ફકીરમામદના પત્ની (વશીલા ગેરેજ), . હલીમાબાઇ, . ફકીરમામદ લધાના પુત્રવધૂ, . રમજુ ફકીરમામદ (તકદીર દૂધ કેન્દ્ર), આઇશાબાઇ રમજુના ભાભી, સુલેમાન અબ્દુલસતાર, મોહંમદ સલીમ, મોહંમદયુનુસ, સાહિસ્તાના માતા, અમીનના સાસુ, અબ્દુલરહીમ, ઇમરાન, અનવર, મુમતાઝ, . રોશનના મોટીમા, અબ્દુલગની, ફારૂકના મોટા સાસુ, મોહંમદ આદિલ, આમીર, ફલક, શમ્સ, ફહદ, મોહંમદ, મોહમદનાઝીલ, નીશા, સુફિયા, શીના, શીફા, નશીબાના દાદી, સબાના નાની, મુશ્કાન, જિયા તથા સારીક, અમનના દાદીસાસુ, કુલસુમબાઇ, રૂકિયાબાઇ, જલુબાઇ, અમીનાબાઇ, રશીદાબાઇ, મરિયમબાઇ, જમીલાબાઇ, . ઝરીનાના ભાભી,  હવાબાઇ બુઢા ધાલાના પુત્રી,  . ફકીરમામદ, ઉમર, અદ્રેમાન, અનવર, મામદ હુસેન, અબ્દુલ સતારના બહેન તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2024ના શનિવારે સવારે 9થી 10 સીદી જમાતખાના, ભુજ ખાતે. 

ભુજ : કુંભાર અશરફી અસલમ (.. 28) તે કુંભાર (મોરારિયા) અસલમ સુલેમાનના પત્ની, કુંભાર (મોરારિયા) સુલેમાન કાસમ, આમદ કાસમના પુત્રવધૂ તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2024ના શનિવારે સવારે 9.30 વાગ્યે કુંભાર જમાતખાનામાં.

ગાંધીધામ : મૂળ હળવદના ઔદિચ્ય બ્રાહ્મણ રાજેન્દ્રપ્રસાદ હરગાવિંદ દવે (.. 60) તે સ્વ. હરગાવિંદ વીરજી અને સ્વ. સવિતાબેનના પુત્ર, અનિરુદ્ધ હરગાવિંદ (નિવૃત્ત, કંડલા પોર્ટ), સ્વ. કોકિલા ગજેન્દ્રકુમાર ઠાકરના ભાઈ, સંદીપભાઈ દવે, વિપલ હેમાંગકુમાર રાવલ, મયૂરીબેનના કાકા, કીર્તિબેન અનિરુદ્ધ દવેના દિયર તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-4-2024ના સાંજે 5.30થી 6.30 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ઓસ્લો વિસ્તાર, ગાંધીધામ ખાતે.

અંજાર : વિનોદચંદ્ર પ્રેમજી ઠક્કર (.. 78) તે સ્વ. કસ્તૂરબેન પ્રેમજીભાઈ ઠક્કરના પુત્ર, સ્વ. મણિલાલ, સ્વ. ચમનલાલ, રમેશચંદ્ર (ભુંગરાવાળા), .સ્વ. લક્ષ્મીબેન દયાળજીભાઈ ઠક્કર (ભુજ)ના ભાઇ, સ્વ. ભગવતીબેન મણિલાલ, સ્વ. સાવિત્રીબેન ચમનલાલના દિયર, સ્વ. વિજયાબેન રમેશચંદ્રના જેઠ, ગં.સ્વ. મંજુલાબેન અશોકભાઈ ઠક્કર (ભુંગરાવાળા)ના કાકા, ધર્મિષ્ઠા શૈલેશ હર્ષ, નીતા પુનિત ઠક્કર, સુમનબેન તેજસ ઠક્કરના મોટાબાપા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 19-4-2024ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : ધાનીબેન શંભુભાઇ ગુદરાસણિયા (.. 96) તે સ્વ. શંભુભાઇ ખેતાભાઇના પત્ની, દેવશીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, અમૃતલાલભાઇ, જયાબેન, મણિબેન, વિજયાબેનના માતા, ડાઇબેન, જમનાબેન, ધનગવરીબેન, પ્રેમજીભાઇ, ભવાનભાઇ, મોહનભાઇના સાસુ, સ્વ. ભચુભાઇ દેવાભાઇ માલસતરના પુત્રી તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી) નીચેના જમણી બાજુના હોલમાં, અંજાર ખાતે.

અંજાર : મનીષભાઇ મનસુખભાઇ બાંભણિયા (.. 33) તે સ્વ. વેલીબેન હીરજીભાઇ રત્નાભાઇ બાંભણિયાના પૌત્ર, સ્વ. પુરીબેન જેરામભાઇ કાતરિયાના દોહિત્ર, હંસાબેન મનસુખભાઇના પુત્ર, યશના પિતા, દીપાબેન યોગેશભાઇ કાતરિયાના ભાઇ તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં નીચેના હોલમાં.

માંડવી : રૂપારેલ હેમલતાબેન (એડવોકેટ) (.. 68) તે સ્વ. રૂપારેલ માણેકબેન શંકરલાલ વેલજીના પુત્રી, રૂપારેલ ચંદ્રકાન્ત (પૂર્વ હેડકલાર્ક, એસ. વી. કોલેજ-માંડવી), સ્વ. રૂપારેલ કિરીટભાઇ (ખાદી ભંડાર), ગં.સ્વ. કંચનબેન પવાણી (હાલે મુંબઇ)ના બહેન, ગં.સ્વ. લીનાબેન રૂપારેલના નણંદ, અંકિત, હર્ષિદા, નિકુંજ (મુંદરા), કૃપા મિતેષ (અંજાર), ધારા ભાવિક (માંડવી)ના ફઇ, ભરત પવાણી (મુંબઇ)ના માસી, મૈત્રી અંકિતના ફઇસાસુ, ઉમાબેન, ચંદ્રિકાબેન (મુંબઇ)ના માસિયાઇ બહેન તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 4થી 5 સારસ્વત સમાજવાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.

મુંદરા : ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. પુષ્પાબેન (.. 77) તે સ્વ. સુરેશ જેઠાલાલ વ્યાસના પત્ની, સ્વ. જનકગૌરી નિર્ભયશંકર ઠાકરના પુત્રી, રચના સંજય રાવલ (અમેરિકા), નિધિ માનસ વ્યાસ (મુંબઈ)ના માતા, સ્વ. શુભદ્રાબેન શશિકાંત ભટ્ટ (મુંદરા), દક્ષા શશિકાંત ભટ્ટ (જામનગર)ના ભાભી, સ્વ. બલવંત ઠાકર, અશ્વિન ઠાકર, અલ્પાબેન અનિલભાઈ જાનીના બહેન તા. 17-4-2024ના કાંદીવલી (મુંબઈ) મધ્યે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : શ્રીકાંત વ્યાસ (મુંદરા) : 94280 80621, ભાવના મનોજ વ્યાસ (ભુજ) : 76007 86351.

મુંદરા : મગન પચાણ લાખિયા (.. 76) તે કાંયા બુઘા  ધુવા (મંગરા)ના જમાઇ, ખેતાભાઇ  તથા લખુભાઇના બનેવી, પ્રવીણ લાખિયા, રમેશ લાખિયા, નયનાબેન, લાલુબેન, કસ્તૂરબેન, રાજુબેનના પિતા, રવિ, દીપક, તરુણા, ઉર્મિલાના દાદા, નીતાબેનના દાદાસસરા, વિહાનીના મોટા દાદા, મેગબાઇ, રશીલાબેનના સસરા, કસ્તૂરબેન સુરેશ સીજુ (ભુજ), લાલુબેન પાલુભાઇ ડુગડિયા (અંજાર), રાજુબેન ખીમજી ફફલ (નારાણપર)ના સસરા તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-4-2024ના રવિવારે આગરી તથા તા. 22-4-2024ના સોમવારે ઘડાઢોળ.

નખત્રાણા (જૂનાવાસ) : કાનજીભાઇ ધનજીભાઇ રામાણી (.. 90) તે ગં.સ્વ. સવિતાબેનના પતિ, રાજેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, ગોવિંદભાઇ, નરેન્દ્રભાઇ, નર્મદાબેન જયંતીલાલ સેંઘાણીના પિતા તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-4 અને 20-4-2024 (બે દિવસ) સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન આરામગૃહની સામે, નખત્રાણા ખાતે.

નાંગિયારી (તા. ભુજ) : બાફણ અલીમામદ આમધ કાયા (.. 75) તે અબલા આમધના ભાઇ, ગુલામ, રજાક, મામદ, મજીતના પિતા તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-4-2024ના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન નાંગિયારી ખાતે.

માધાપર (તા. ભુજ) : મોગલ શરીફાબાઇ (.. 90) તે . અલીમામદ દાઉદના પત્ની, નૂરમામદ ઉર્ફે કારાભાઇ મોગલના માતા, ગોરેપોત્રા હારુન (મિંયા)ના સાસુ, સાજીદ, સાહિલ, સાદીમના દાદી, . સુલેમાન, આદમ, સતાર, ઉમર, ભટ્ટી અબ્દુલના કાકી (મોટીમા), મોગલ સતાર, ઓસમાણ, ભટ્ટી અનવર હુશેન, . હુશેન ભૂરા, ઇસ્માઇલ ભૂરાના મામી, પઠાણ સુલતાન, ભટ્ટી અલી અકબરના નાનીસાસુ, સમા ઇરફાન અલીમામદના દાદીસાસુ તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4- 2024ના શનિવારે સવારે 10થી 11 માધાપર જમાતખાના ખાતે.

ઘોડાલખ (તા. માંડવી) : રબારી કરણા સાજણ (ઉં.. 90) તે રબારી રામા કરણા, રાગા કરણા, કાઉબેન (કુરબઈ), રામીબેન (વડવા ભોપા)ના પિતા, દેવા, કાના, સુરેશ  વિજય, રાજેશ અને વલુબેનના દાદા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હાજી સાલેમામદ હાજી હુશેન (આમરવાલા) (.. 69) તે હાજી હુશેન હાજી કાસમના પુત્ર, હાજી .કરીમ હાજી કાસમના ભત્રીજા, સલીમ, .કાદર, . શબ્બીર, રજબના પિતા, . હમીદના મોટા ભાઇ, જમીલ હમીદ, હાજી કાસમ બાવા, અસગરના મોટાબાપુ, હાજી હાજી ઓસમાણના સસરા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2024ના શનિવારે સવારે 11થી 12 ધ્રબ તુર્ક જમાતખાનામાં.

નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : ..... સુતાર જ્ઞાતિ મહેશ દામજી દરજી (મોઢ) (.. 48) તે સ્વ. દામજી સામજી મોઢ, ગં.સ્વ. દમયંતીબેનના પુત્ર, ગં.સ્વ. કુસુમબેનના પતિ, કરણ, મહેક, ધ્રુવના પિતા, સોલંકી અરૂણાબેન ભોગેન્દ્રભાઈ (દયાપર), હરેશભાઈ (નેત્રા)ના ભાઈ, રશ્મિબેનના જેઠ, કાવ્ય, યુગના મોટાબાપા, દીપાલીબેન વિનેક ડાભી (મોથાળા), જિગર (દયાપર)ના મામા, હીનાબેનના મામાજી સસરા, સ્વ. વેલજી સામજી, સ્વ. વિશનજી સામજી, સ્વ. કરસન સામજી, ધનજી સામજી, સ્વ. બુદ્ધિલાલ લધારામ, કેશવજી લધારામ, રમેશ લધારામના ભત્રીજા, વિઠ્ઠલદાસ, વસંત, સ્વ. અરાવિંદ, સુરેશ, ઇશ્વર, જગદીશ, કાંતિ, શૈલેશ, પ્રવીણ, યોગેશ, કલ્પેશ, મહેશ, ભાવેશ, મુકેશના કાકાઈ ભાઈ, સ્વ. પરમાર રવજી રામજી (ઉખેડાવાળા), પરમાર કાનજી રામજીના દોહિત્ર, પરમાર પ્રેમજી રવજી (નાસિક)ના ભાણેજ, ગોહિલ કલ્યાણજી દયારામ (કોટડા રોહા)ના જમાઈ, સંધ્યાબેન હિતેષ ગોહિલ (ખેડબ્રહ્મા), હેજલબેન દર્શન વાઘેલા (સમાઘોઘા), પ્રિયાબેન રોનકભાઈના બનેવી તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 4થી 5 ઉત્તરાદાવાસ પાટીદાર સમાજવાડી, નેત્રા ખાતે.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : .....સુ. જ્ઞાતિ ગુલાબભાઇ જાદવજી મકવાણા (.. 61) તે સ્વ. કાકુભાઇ ગોપાલજીના ભત્રીજા, સ્વ. ચંદુભાઇ, સ્વ. નવીનભાઇ,?ઝવેરીભાઇના કાકાઇ ભાઇ, સ્વ. પ્રાગજીભાઇ લાલજી (વિથોણ)ના સાળા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-4-2024ના શુક્રવારે સાંજે 4થી 5 સતપંથ સમાજવાડી દેવપર (યક્ષ) ખાતે.

જતાવીરા (તા. નખત્રાણા) : કોલી રહિમાબાઇ રાણાભાઇ (.. 98) તે સ્વ. રાણાભાઇના પત્ની, સ્વ. સાજનભાઇ, હમીરભાઇ, સ્વ. લખુભાઇના માતા, ભીખાભાઇ, કાનજીના દાદી તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જતાવીરા ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : ખત્રી હાજિયાણી શકીનાબાઇ હાજી આદમ (.. 95) તે જુસબ અભી છાપરા (ભુજ)ના પુત્રી, હાજી અબ્દુલ સતાર, હાજી અબ્દુલ મજીદ, હાજી હારુન, ઓસમાણ ગની, હવાબાઇ, શેરબાનુ, સોગરાબાઇના માતા, અબ્દુલ વાહબ, અબ્દુલ અજીમ, હનીફ, અનસના દાદી તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 19થી 21-4-2024, શુક્રવારથી રવિવાર સુધી નિવાસસ્થાન ખત્રીવાસ, નિરોણા ખાતે.

અંગિયા મોટા (તા. નખત્રાણા) : કલા સુરા રબારી (.. 75) તે વરજુબેના પતિ, ભીખાભાઇ, સાજણભાઇ, મખીબેનના પિતા, રાણા સુરા, જેસા સુરા, ભુરા સુરા, ગગુ સુરા, લખીબેન, સોના કરણાના ભાઇ, નાથીબેન જીવાના જેઠ, ગાભા પાલાના ભાઇ, રામા બિજલ (વ્યાર)ના જમાઇ તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા અંગિયા ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : કુંભાર ફકીરમામદ સાલેમામદ (પટેલ) (.. 64) તે . જુસબ, કાસમના ભાઇ, અલીમામદ, ઓસમાણ, સાલેમામદ, હનીફના પિતા, સુમાર, . ઇશાક, જાકબ, ઇબ્રાહિમ, ગની, હુશેન, રફીક, મોહસીનના કાકા, કાસમ એભલા (નલિયા), આમદ કાસમ (વમોટી), સાલેમામદ અબ્દુલા (ઘડાની)ના સસરા, રમજાન, હસણ, મીઠુના મામા, સુમાર (સાભરાઇ)ના જમાઇ, હાજી મામદ સુમાર, અબ્દુલા સુમાર (સાભરાઇ)ના બનેવી તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2024ના શનિવારે સવારે 10.30થી 11.30 મંજલ મુસ્લિમ જમાતખાના ખાતે.

આધોઇ (તા. ભચાઉ) : મૂળ મોટી રવના મનસુખલાલ દેવીદાસ સાધુ (દરિયાસ્થાન મંદિર આધોઇના પૂજારી) તે સ્વ. મણિબેન તથા દેવીદાસ નરસંગદાસ (મોટી રવ)ના પુત્ર, સ્વ. જમનાદાસ, ગિરધરદાસ, સ્વ. રતનબેન, જશોદાબેન, કમળાબેન, તારાબેનના ભાઇ, ગં.સ્વ. મંજુલાબેનના પતિ, યોગેશ, મહેશ, ઉર્મિલા, મમતા, લીનાના પિતા, સાધુ શોભારામ કાશીરામ (હમીરપર નાની)ના જમાઇ તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 22-4-2024ના સોમવારે તથા આગરી તા. 28-4-2024ના રવિવારે નિવાસસ્થાને સ્વામિનારાયણ?મંદિરની પાછળ, ઉદેપુર ત્રણ રસ્તા, આધોઇ ખાતે.

કેરવાંઢ (તા. અબડાસા) : કેર જુમ્મા હાજી કાસમ (ઉર્ફે જુમ્મા મલી) (.. 85) તે મૌલાના મામદ, હાસમ, હુશેન, અદ્રેમાન, ઉમર, સાલેમામદના પિતા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2024ના શનિવારે સવારે 9.30 વાગ્યે કેરવાંઢ મદરેસામાં.

અકરી મોટી : ગોપાલજી નથુભા રાજપૂત (.. 82) તે મોહનભાઇના મોટા ભાઇ, પરેશ, ક્રિપાલના મોટાબાપુ તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું ભાયાત ડેલી, અકરી મોટી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang