• બુધવાર, 30 એપ્રિલ, 2025

રશિયા અને યુક્રેન વચ્ચે જંગ રોકવા મથામણ

રશિયા અને યુક્રેનના લાંબા સમયથી ચાલી રહેલા જંગના અંત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમર કસી છે. આ માટે ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીતની પહેલ કરી છે. આ જંગનો અંત આણવા આ વાતચીતમાં ચર્ચા કરાઈ હતી, પણ રશિયાએ આ માટે પોતાની અમુક શરતો મૂકી છે. તે મુજબ જંગના અંત માટે અમેરિકા અને તેના સહયોગી દેશોએ યુક્રેનને ગુપ્તચર માહિતી રોકવાની સાથોસાથ લશ્કરી મદદ બંધ કરવાની રહેશે.  સ્વાભાવિક છે કે, રશિયાની પકૃતિને જોતાં પશ્ચિમી દેશો અને યુક્રેન માટે આ શરત સ્વીકારવી મુશ્કેલ બની રહેશે. જો કે, અત્યાર સુધી યુદ્ધવિરામ માટે તૈયાર ન થતા યુક્રેને અમેરિકાનાં દબાણને લીધે નરમ વલણ લેવાનું શરૂ કર્યું હોવાનું જણાઈ રહ્યંy છે. ટ્રમ્પ સાથેની વાતચીત બાદ પુતિને યુક્રેન વીજમથકો પર હુમલા ન કરવાની ખાતરી આપી છે. ટ્રમ્પે આ જંગને રોકવા માટે સંખ્યાબંધ વખત દાવા કર્યા છે. આ સંદર્ભમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીને બાલાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ વ્હાઈટ હાઉસની બેઠકમાં ભારે ગરમાગરમી બની રહેતાં કોઈ ઉકેલની વાત થઈ શકી ન હતી. જો કે, આ બેઠક બાદ ટ્રમ્પે યુક્રેનને અપાતી લશ્કરી અને આર્થિક મદદ અટકાવી દીધી હતી. અમેરિકાનાં આ પગલાંથી યુક્રેન ભારે દબાણ હેઠળ દેખાઈ રહ્યંy છે. જો કે, અમેરિકાના બીજા પશ્ચિમી મિત્રદેશોએ યુક્રેનની પડખે રહેવાનું વલણ લીધું છે. એવી છાપ ઊભી થઈ રહી છે કે, ટ્રમ્પે જે રીતે યુક્રેન પર દબાણ ઊભું કર્યું છે તેનાથી રશિયા સરળતા સાથે જંગ રોકવા તૈયાર થઈ જશે, પણ વાસ્તવમાં એમ જણાતું નથી, હવે યુક્રેનના વીજમથકો પર હુમલા ન કરવાની રશિયાની તૈયારીને ટ્રમ્પ વહીવટી તંત્ર મોટી સફળતા ગણાવી રહ્યં છે. રશિયાને યુક્રેન સામે જે બાબતોનો વાંધો છે તેમાં કીવને નાટો દેશોના સમૂહનું સભ્યપદ આપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.  નાટો સમૂહમાં જોડાવાથી યુક્રેનને અમેરિકાના વડપણ હેડળના સલામતી છત્રનો સીધો લાભ મળી શકે તેમ છે. યુરોપના નાટો સભ્ય દેશો હજી પણ યુક્રેનને સભ્યપદ આપવા માટે ઉત્સુક છે. જો કે, ટ્રમ્પે જે રીતે નાટો દેશો પાસેથી સલામતીના બદલામાં અમેરિકાને નાણાં મળવા જોઈએ એવી વાતો કરીને આ ઐતિહાસિક સંધી સમૂહના અસ્તિત્વ સામે પણ સવાલ ખડા થઈ રહ્યા છે. આ દરમ્યાન રશિયાએ મુકેલી શરતોનું અમેરિકા નાટોના અને યુરોપના દેશો પાસે કઈ રીતે પાલન કરાવી શકશે એ પણ સવાલ ખડો થઈ રહ્યો છે. એમ જણાઈ રહ્યંy છે કે, રશિયાની આવી શરતોનાં પાલનથી અમેરિકા સહિતના વિશ્વના દેશોએ આડકતરી રીતે શરણાગતિ સ્વીકારી લીધી હોય.  ટ્રમ્પની પ્રકૃતિને જોતાં શક્ય છે કે, તેઓ પણ આવી શરતો સ્વીકારશે નહીં. શાંતિની શોધ અમેરિકાના સ્વાર્થને કારણે પણ શરૂ થઈ હોય તેમ લાગી રહ્યંy છે. એક તરફ આ અંતહીન જણાતા જંગમાં યુક્રેનને અબજો ડોલર આપવાનો કોઈ લાભ ન હોવાનું ટ્રમ્પ બરાબર સમજે છે. તેઓ યુક્રેનના ખનિજ સંપન્ન વિસ્તારો પર ડોળો ધરાવે છે. રશિયાને પણ આ વિસ્તારમાં અમેરિકાનાં પ્રભુત્વની સામે વાંધો નથી, પણ આ માટે જંગનો અંત આવે તે અનિવાર્ય છે. આ બધા સમીકરણોમાં માનવતા માટે થઈને પણ જંગનો અંત અનિવાર્ય છે તે સૌએ સમજવાની ખાસ જરૂરત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd