• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ટીમ ઇન્ડિયા સામે 51 વર્ષના દુષ્કાળનો અંત લાવવાનો પડકાર

હોકીમાં એક જમાનામાં ભારતનો એવો દબદબો હતો કે ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ તો ટીમ ઇન્ડિયાનો જ હોય અને સત્તાવાર રીતે કોઇ ઠરાવ થયો ન હોવા છતાં લોકોએ એમ માની લીધું હતું કે, હોકી ભારતની સત્તાવાર રમત છે, પણ ધીમે ધીમે ભારતના પ્રભુત્વનો દોર એવો તો ખતમ થયો કે ભારત ખિતાબ માટે તરસી રહ્યું. 15 ઓગસ્ટથી બેલ્જિયમના વેવર અને નેધરલેન્ડ્સના એમસ્ટેલવીનમાં પુરુષ અને મહિલા હોકીના એફઆઇએચ વર્લ્ડકપનો આરંભ થઇ રહ્યો છે ત્યારે ભારતીય ટીમ વિશ્વકપના લાંબા દુષ્કાળનો અંત લાવવાના ઇરાદે ઊતરશે. કો- હોસ્ટ અને પ્રો-લીગ ચેમ્યિપન બેલ્જિયમ, હોકી પાવર હાઉસ નાધરલેન્ડ્સ, વર્તમાન ચેમ્યિપન જર્મની અને ઓસ્ટ્રેલિયાને પુરુષ વર્લ્ડકપની ફેવરિટ ટીમ ગણાવાઇ રહી છે, પણ કેપ્ટન હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં આ વખતે ભારતની ટીમ પણ સંતુલિત છે અને 51 વર્ષ બાદ ટ્રોફી જીતી લાવવા આતુર છે. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ અને તાજેતરમાં એશિયા કપ જીતીને ભારત નવા આત્મવિશ્વાસ સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી રહ્યું છે. શનિવારે નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં વેલ્સ સામેની ટક્કર સાથે વર્લ્ડ કપમાં તેની ટાઇટલ માટેની સફર શરૂ થશે. ભારતનો છેલ્લો અને એકમાત્ર વર્લ્ડ કપ વિજય 1975માં થયો હતો, જ્યારે અજિત પાલ સિંહની ટીમે કુઆલાલંપુરમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. કોચ ક્રેગ ફુલ્ટન કહે છે કે, `અમે ભારતીય હોકીમાં આપણો નવો ઇતિહાસ લખવા માગીએ છીએ.' ગત સિઝનમાં નવ ટીમોની પ્રો-લીગમાં નિરાશાજનક આઠમા સ્થાને રહ્યા બાદ, ભારતીય ટીમે યુરોપિયન લીગના છેલ્લા તબક્કામાં પોતાનો લય મેળવી, વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યુરોપિયન ચેમ્પિયન જર્મની અને ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સને હાર આપી હતી. રાજગીરમાં એશિયા કપ ટાઇટલથી ટીમમાં વિશ્વાસ પણ મજબૂત થયો છે. 2025-26 પ્રો-લીગ સિઝન દરમિયાન 33 ખેલાડીઓને અજમાવ્યા પછી ફુલ્ટને અનુભવ અને યુવાનીનું મિશ્રણ પસંદ કર્યું છે. ભારત માટે સૌથી વધુ 417 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર અનુભવી મિડ-ફિલ્ડર મનપ્રીત સિંહ નેતૃત્વ અને સંયમ પ્રદાન કરે છે, જ્યારે આઠ ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડ કપનો અનુભવ કરવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિક પછી પીઆર શ્રીજેશ નિવૃત્ત થયો હોવાથી ગોલ બચાવવાની જવાબદારી હવે મોહિત એચએસ અને સૂરજ કરકેરા પર છે. બીજીબાજુ, હરમનપ્રીતની પેનલ્ટી કોર્નર કુશળતા ભારતના સૌથી મોટા આક્રમક શસ્ત્રોમાંની એક છે, અનુભવી ડિફેન્ડર અમિત રોહિદાસ તેની સાથે સ્થિરતા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. મિડ-ફિલ્ડ મનપ્રીત અને હાર્દિક સિંહની આસપાસ રહેશે, જ્યારે આક્રમણનો મોરચો ટીમ અભિષેક અને મનદીપ સંભાળશેર્નામેન્ટનાં દબાણને સંભાળવા માટે સજ્જ છે.

Panchang

dd