ટોરન્ટો, તા. 14 : સાતમા ક્રમની પોલેન્ડની ખેલાડી
ઇગા સ્વિયાતેક નેશનલ બેન્ક-કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં
તેણે બીજા ક્રમની ખેલાડી એલિના રાયકાબિનાને 6-2 અને 6-3થી હાર આપી
હતી. ઇગા સ્વિયાતેકનો આ વર્ષે આ પહેલો ખિતાબ છે. ડબલ્યુટીએ ટૂર ટૂર્નામેન્ટમાં તેનો
આ કુલ 26મો ખિતાબ છે. અમેરિકી ઓપન પહેલાની આ ટૂર્નામેન્ટમાં
નંબર વન સબાલેંકા ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ હતી.