કોલકાતા, તા. 5 : પશ્ચિમ
બંગાળમાં ચૂંટણીપંચે સોમવારે ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ખેલાડી મોહમ્મદ શમીને નોટિસ
આપી હતી. શમી અને તેના ભાઇ મોહમ્મદ કૈફના એસઆઇઆર ફોર્મમાં ગરબડો મળી હોવાનું
જણાયું હતું. નોટિસ આપીને આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર સામે રજૂ થવાનો
નિર્દેશ ખેલાડીને અપાયો હતો. શમીનું નામ કોલકાતા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 93માં
મતદાર તરીકે નોંધાયેલું છે, જે રાસબિહારી વિધાનસભા
હેઠળ આવે છે. 2024માં થયેલી લોકસભા ચૂંટણીમાં
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ ઉત્તરપ્રદેશના અમરોહા સ્થિત પોતાનાં પૈતૃક ગામમાંથી
મતદાન કર્યું હતું.