• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

દિલ્હી તોફાનોના કેસમાં સુપ્રીમનો ધાક બેસાડતો નિર્ણય

દેશમાં આતંકવિરોધી નીતિમાં કોઈ પણ જાતની બાંધછોડ ન કરવાનાં વલણને હવે સર્વોચ્ચ અદાલતે પણ સ્વીકૃતિ આપી દીધી છે.  દિલ્હીનાં તોફાનોના કેસમાં અદાલતે આરોપી ઉમર ખાલિદ અને શરજિલ ઈમામની જામીન અરજીને સ્પષ્ટ રીતે નકારી કાઢીને આ ગંભીર કેસમાં દિલ્હી પોલીસના મજબૂત આરોપનામાને પણ સીધી સ્વીકૃતિ આપી છે. દિલ્હીનાં કોમી તોફાનોમાં ઉશ્કેરણી અને દેશવિરોધી કાવતરાંના આરોપોનો સામનો કરી રહેલા આ બંને યુવાનની જામીન અરજીને નકારી કાઢતાં સર્વોચ્ચ અદાલતે કહ્યંy કે, આતંકી કૃત્યોને માત્ર હિંસા સુધી મર્યાદિત રાખી શકાય નહીં. આ અર્થઘટનમાં આવશ્યક સેવાઓને અંતરાય અને અર્થતંત્ર માટેના જોખમની પરિભાષાનો પણ સમાવેશ થાય છે. અદાલતના આ આદેશથી સ્પષ્ટ થાય છે કે, કોઈનાથી ભરમાઈ જવાના કે કાવતરું રચવાના કેટલા ગંભીર પરિણામ આવી શકે છે. સુપ્રીમકોર્ટે આ આરોપીઓની જામીન અરજી પરની સુનાવણી અને ચુકાદા દરમ્યાન આતંકી હુમલા અને કૃત્યોનાં અર્થઘટનને વધુ વ્યાપ આપ્યો છે.  અદાલતે અન્ય બે મહિલા સહિત અન્ય પાંચ આરોપીને 12 શરતે જામીન મંજૂર કર્યા હતા, પણ ઉમર ખાલિદ અને શરજિલ ઈમામની અરજીના સંદર્ભમાં અદાલતે કહ્યંy કે, તમામ આરોપીઓની સાથે એક સમાન વલણ લઈ શકાય નહીં. હવે આ બંને આ મામલામાં એક વર્ષ સુધી જામીન અરજી કરી શકશે નહીં. આ બંને મુખ્ય આરોપીની સામે દિલ્હીનાં તોફાનોના સંદર્ભમાં મોટાં કાવતરાંના કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બંને સામે કેસમાં આતંકવાદ વિરોધી કાયદા તળે ગુનો નોંધાયો છે. અદાલતે એમ પણ કહ્યંy છે કે, શરજિલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા આખા પ્રકરણમાં અન્યોની સરખમણીએ સાવ અલગ અને ગંભીર પ્રકારની છે. તેમની સામેના પ્રથમદર્શી આરોપ સાચા જણાઈ રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યંy કે, લાંબા સમયથી જેલમાં બંધ હોવાની બાબત જામીન માટે આધાર બની શકે નહીં. આ કેસમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય સંખ્યબંધ રીતે મહત્ત્વ ધરાવે છે.  એક તો આતંકવાદ વિરોધી કાયદાની કલમ 43ડી(પ) હેઠળ જામીનની જોગવાઈઓ વધુ સ્પષ્ટ થાય છે, તેની સાથોસાથ આ નિર્ણય આતંકવાદ અને હિંસાની વિરુદ્ધ સરકારની નીતિ-રીતિને મજબૂત મળી છે. અદાલતે જે રીતે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદની પરિભાષાને માત્ર હિંસા સુધી સીમિત રાખી શકાય નહીં તેનાથી સરકારનાં વલણને વધુ સ્વીકૃતિ મળી છે. ઉલ્લેખનીય છે કે, આખાં પ્રકરણમાં આરંભથી જ દેશવિરોધી વલણને ઉશ્કેરતા તત્ત્વો ફરી વિરોધમાં સફાળા જાગ્યા છે. દિલ્હીની જેએનયુમાં તરત જ ઉમર અને શરજિલની તરફેણમાં દેખાવો થયા જેમાં ફરી દેશવિરોધી લાગણીઓ વ્યક્ત થવા લાગી છે, તો આ મામલમાં માનવ અધિકારના કહેવાતા હિમાયતીઓ પણ ફરી સક્રિય બની શકે તેમ છે. સ્પષ્ટ છે કે, આવા તત્ત્વોની માટે ન્યાયતંત્રના આદેશને માન આપવાની જરા પણ ખેવના જણાતી નથી. આવનારા સમયમાં આ આદેશની સામે વધુ વિરોધ થાય તો સરકારે તેની સામે કડક કાર્યવાહીમાં જરા પણ પાછીપાની કરવી જોઈએ નહીં. 

Panchang

dd