મુંદરા, તા. 5 : અહીંના
ગૌરક્ષા સેવા ટ્રસ્ટ, મુંદરા એવમ્ મુંદરા પોલીસ પરિવાર દ્વારા
ગૌસેવા લાભાર્થે આયોજિત `સ્વ. કલ્પેશ શાન્તિલાલ મારૂ
(સુવિધા ગ્રુપ ડેપા, દાદર-મુંબઈ) સ્મૃતિ કપ' ઓપન ઈન્ડિયા ડે નાઈટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન 03નો આરંભ
થયો હતો. જેમાં 96 ટીમે ભાગ લીધો છે. શાસ્ત્રી મેદાન ખાતે શરૂ થયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચનો આરંભ મુંદરા-પોલીસ
સ્ટેશન પી.આઈ. રાકેશભાઈ ઠુમ્મર દ્વારા ટોસ ઉછાળી કરવામાં આવ્યો હતો. પહેલી મેચ
બાપા સીતારામ ઈલેવન મંગરા અને ઈફરા ઈલેવન ભુજ વચ્ચે યોજાઈ હતી. તમામ ખેલાડીઓ તથા
મુંદરા-બારોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરાસિંહ પરમાર, મુંદરા-બારોઈ
નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, પૂર્વ કા. ચે.
ડાયાલાલભાઈ આહીર, શાસક પક્ષના નેતા ધમભા ઝાલા, પ્રકાશ ઠક્કર, શક્તાસિંહ રાઠોડ, પૂર્વ સરપંચ ધર્મેદ્ર જેસર, કુંદરોડી ગ્રામ પંચાયતના
સરપંચ મયૂરાસિંહ સોઢા, લોહાણા સમાજના પ્રમુખ કિશોર ચોથાણી,
રાજુ સત્યમ, મારવાડી મંચ મુંદરા-પોર્ટ શાખાના
સ્થાપક સુધેસભાઈ ભોલા રાજકુમાર શર્મા વિ.એ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી.