• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ યુપી વોરિયર્સની કેપ્ટન બની

નવી દિલ્હી, તા. પ : યુપી વોરિયર્સ ટીમે મેગ લેનિંગને વીમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે કેપ્ટન પદે નિયુક્ત કરી છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કપ્તાનને ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને નજરઅંદાજ કરી નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દીપ્તિ શર્માએ પાછલી સિઝનમાં ઇજાગ્રસ્ત એલિસા હિલીનાં સ્થાને યુપી વોરિયર્સનું સુકાન સંભાળ્યું હતું.  મેગ લેનિંગને ડબ્લ્યુપીએલ ઓક્શનમાં વોરિયર્સે 1.9 કરોડમાં ખરીદી હતી. લેનિંગ અગાઉ દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરી ચૂકી છે અને સતત ત્રણ વખત ફાઇનલ સુધી ટીમને પહોંચાડી હતી.

Panchang

dd