• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

કચ્છની બે કન્યા ક્રિકેટરનો ડંકો : એક ગુજરાત તો બીજી સૌરાષ્ટ્રની કપ્તાન

ભુજ, તા. 4 : ક્રિકેટ ક્ષેત્રમાં જ્યારથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા  બાદ વુમન્સ ક્રિકેટમાં પણ એકાએક જબ્બર ઉત્સાહ જાગે છે. કચ્છ ક્રિકેટ પણ તેમાંથી બાકાત નથી. કચ્છની ક્રિષ્ના ભટ્ટ અન્ડર-1પમાં સૌરાષ્ટ્ર ટીમમાં સિલેકટ થયા બાદ આ વર્ષે તે સૌરાષ્ટ્ર ટીમની કેપ્ટન તરીકે પણ નિમણુંક પામી છે. બીજી તરફ ધ્રુવી શાહને અન્ડર-19 એસ.જી.એફ. આઈ.માં ગુજરાતની ટીમની કેપ્ટન બની છે, જે હાલે ઉત્તરપ્રદેશ ખાતે મેચ રમવા માટે ગઈ છે અને ક્રિષ્ના ભટ્ટ કે જે નાગપુર ખાતે રમવા ગઈ છે. બન્ને દીકરીને કચ્છ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા,મંત્રી અતુલભાઈ મહેતા, સહમંત્રી પ્રવીણ હીરાણી, અશોક મહેતા, ગિરીશ ઝવેરી, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેશ પંડયા દ્વારા તથા પુરા કચ્છમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ બન્ને કચ્છની દીકરીઓ સ્પીડી ક્રિકેટમાં નિયમિત તાલીમ મેળવી રહેલ છે. તેમના કોચ મુકેશ ગોર, ધવલભાઈ ગુંસાઈ તથા શાલીન મહેતા દ્વારા માર્ગદર્શન મળી રહ્યું છે. 

Panchang

dd