• સોમવાર, 31 માર્ચ, 2025

પાટણનો માનવ ભારતની ફૂટબોલ ટીમમાં

લક્ષ્મીચંદ સોલંકી દ્વારા : પાટણ, તા. 26 : અમદાવાદના નિકોલમાં રહેતા અને મૂળ પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકાના ગણેશપુર ગામના વતની કિરણભાઇ પટેલના 11વર્ષીય પુત્ર માનવે અંડર-14 ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી પામી રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે, માનવ આઠ વર્ષની ઉંમરથી ફૂટબોલ રમી રહ્યો છે, માત્ર ત્રણ વર્ષના ગાળામાં માનવે ફૂટબોલ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. નિકોલ ખાતે આઠ વર્ષીય માનવ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત સમર કેમ્પમાં ગયો હતો ત્યારથી માનવની જીંદગીમાં નવો બદલાવ આવી ગયો. માનવના કોચ અર્જુનાસિંહ ભદોરિયાને માનવમાં પ્રતિભા જોવા મળી અને માનવની તાલીમની શરૂઆત થઇ, દૈનિક પાંચથી છ કલાક માનવ ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહ્યો છે, જેનાં પગલે માનવે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માનવે આ પહેલાં  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. 6 સપ્ટેમ્બર 2013ના જન્મેલા 11 વર્ષીય માનવ પ્રથમવાર અમફક્ષશ ઋફક્ષમવશક્ષફલફિ ઇહીય ભીબત કયફલીય ાu-12 મા 16ડિસેમ્બર 2023માં પહેલી ટૂર્નામેન્ટ રમ્યો હતો, ત્યારબાદ સ્થાનિક સ્તર મેઘમણી એઆરએ ગુજરાત ટાઇમ્સ જેવી ગણી બધી સ્થાનિક ટૂર્નામેન્ટ રમી માનવે  કૌશલ દાખવ્યું છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે જયપુર, ગોવા, બેંગ્લોર, નાસિક અને મુંબઇ જેવાં શહેરોમાં રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ રમી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અતશફક્ષ જ્ઞિજ્ઞાબિંફહહ 7 કયફલીય  ઙવીસયાિં (ઝવફશહયક્ષમ ) ઓક્ટોબર-2024માં  રમી  મનાવે રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. આર. પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ-6માં અભ્યાસ કરતા માનવને સ્કૂલનો પણ સહયોગ મળ્યો છે, જેનાથી માનવ આ ક્ષેત્ર સુધી પહોંચી શક્યો છે  માનવના પિતા વ્યવસાયે મેન્યુફેક્ચર સાથે સંકળાયેલા છે, જ્યારે તેની માતા હાઉસવાઇફ છે, પરિજનોમાં એકપણ વ્યક્તિ સ્પોર્ટસ સાથે સંકળાયેલી નથી, ત્યારે માનવે અડગ મનથી ફૂટબોલ ક્ષેત્રે અનોખી કારકિર્દી પ્રાપ્ત કરી છે. સતત મહેનત અને લગનથી  10 હજાર જેટલા બાળકોમાંથી અંડર-14 ભારતીય ટીમમાં પસંદગી પામી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd