• સોમવાર, 31 માર્ચ, 2025

બ્રાઝિલને 4-1થી હાર આપી આર્જેન્ટિના વર્લ્ડ કપમાં

બ્યૂનસ આયર્સ, તા. 26 : વર્તમાન વિશ્વ વિજેતા આર્જેન્ટિનાએ પરંપરાગત હરીફ બ્રાઝિલને 4-1 ગોલથી કારમી હાર આપીને આવતા વર્ષે રમાનાર ફીફા વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. આ સાથે જ વર્ષ 2026માં અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપમાં કવોલફાય થનાર આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાની પહેલી ટીમ બની છે.  સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સીની અનુપસ્થિતિ છતાં આર્જેન્ટિના ટીમનો બ્રાઝિલ સામે 4-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. દક્ષિણ અમેરિકા કવોલીફાય રાઉન્ડના ઈતિહાસમાં સૌથી કારમી હાર સહન કર્યાં પછી બ્રાઝિલ ટીમ પર દબાણ વધ્યું છે. આ ઝોનમાં બ્રાઝિલ હાલ 21 અંક સાથે ચોથા ક્રમે છે. આર્જેન્ટિના ટોચ પર છે. બીજા સ્થાને ઇકવાડોર છે. તેની અને ચિલીની મેચ ગોલરહિત ડ્રો રહી હતી ત્રીજા સ્થાને ઉરૂગ્વે અને પાંચમા સ્થાને પરાગ્વે છે. ગઇકાલની મેચમાં આર્જેન્ટિના તરફથી જૂલિયન અલ્વારેજે ચોથી મિનિટે, અંજો ફર્નાન્ડિસે 12મી મિનિટે, એલેક્સિસ મેકેએ 37મી મિનિટે અને ગિઉલિઆનો શિમોને 71 મિનિટે ગોલ કર્યાં હતા. બ્રાઝિલ તરફથી એકમાત્ર ગોલ 26 મિનિટે મેથિયાસ કુન્હાએ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd