• સોમવાર, 31 માર્ચ, 2025

રાજસ્થાન સામે કોલકાતાની આઠ વિકેટે જીત

ગુવાહાટી, તા. 26 : ડિફેન્ડિગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-18માં બુધવારે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવી પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી. ક્વિન્ટન ડી કો'કે સતત બે છગ્ગા ફટકારી ટીમને જીત અપાવી હતી. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતાએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 152 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કોક 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. અંગક્રિશ રઘુવંશીએ અણનમ 22 રન બનાવ્યા હતા. જીતના ઈરાદે મેદાને પડેલી કેકેઆરના ડિ કો'કે 61 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી 97 રન ઝુડયા હતા, તો અંગકૃષ રઘુવંશી 22 રન બનાવી અણનમ રહ્યો હતો, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ 18 રન સાથે પેવેલિયનની વાટ પકડી હતી. રાજસ્થાનના બોલરોની પકડ ઢીલી રહેતાં માત્ર હસરંગાને 1 વિકેટ સાંપડી હતી. અગાઉ, કોલકાતા નાઇટ રાઇડર્સની શાનદાર પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટે 11 રનનો સીમિત સ્કોર કરી શકી હતી. રાજસ્થાન તરફથી વિકેટકીપર ધ્રુવ જુરેલે 28 દડામાં પ ચોગ્ગા સાથે 33 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી વૈભવ અરોરાએ 33 રનમાં 2, હર્ષિત રાણાએ 36 રનમાં 2, મોઇન અલીએ 23 રનમાં 2 અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 17 રનમાં 2 વિકેટ લીધી હતી. સ્પેન્સર જોન્સનને 1 વિકેટ મળી હતી. કેકેઆરના કપ્તાન અજિંક્ય રહાણેએ ગુવાહાટીની ટર્નિંગ પિચ પર બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાન તરફથી સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પહેલી વિકેટમાં 33 રનની ભાગીદારી થઇ હતી. સેમસન 13 રને આઉટ થયો હતો. યશસ્વી ક્રિઝ પર સેટ બાદ ખરાબ ફટકો મારી આઉટ થયો હતો. તેણે 24 દડામાં 2 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 29 રન કર્યા હતા. ઇન્ચાર્જ કેપ્ટન રિયાન પરાગ હોમ ગ્રાઉન્ડ પર 1પ દડામાં 3 છગ્ગા સાથે 2પ રનની ટૂંકી ઇનિંગ રમી આઉટ થયો હતો. ધ્રુવ જુરેલે 33 રન કર્યા હતા. નીતિશ રાણા 8 અને હેટમાયર 7 રને આઉટ થયા હતા. શુભમ દૂબે 9 રન જ કરી શક્યો હતો. અંતિમ ઓવરોમાં જોફ્રા આર્ચરે 7 દડામાં 16 રન કરી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 વિકેટે 11 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો. આથી કેકેઆરને 12 રનનો સરળ વિજય લક્ષ્યાંક મળ્યો હતો. આ બન્ને ટીમને તેમની પ્રથમ મેચમાં હાર મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd