• સોમવાર, 21 એપ્રિલ, 2025

અન્ડર-19 એશિયા કપનો પ્રારંભ : આજે ભારત-પાકિસ્તાન ટક્કર

દુબઇ, તા. 29 : અન્ડર-19 એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય યુવા ટીમની પહેલી ટકકર શનિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરૂધ્ધ થશે. આ મેચ દુબઇમાં સવારે 10-30થી શરૂ થશે. ગ્રુપ એમાં ભારત-પાકિસ્તાન સાથે યૂએઇ અને જાપાન ટીમ છે. ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, બાંગલાદેશ, નેપાળ અને શ્રીલંકા ટીમ છે. લીગ રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલ પર ટોચ પર રહેનાર બન્ને ગ્રુપની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. સેમિ ફાઇનલ મેચ 6 ડિસેમ્બરે અને ફાઈનલ મુકાબલો 8 ડિસેમ્બરે દુબઇમાં રમાશે. ભારતીય ટીમ તા. બીજીએ જાપાન સામે અને ચોથીએ યૂએઇ વિરૂધ્ધ રમશે. ભારતની અન્ડર-19 એશિયા કપ ટીમમાં ગાંધીધામના અને સૌરાષ્ટ્ર વતી રમતા વિકેટકીપર હરવંશ સિંઘ પંગલિયા સામેલ છે. આઇપીએલની હરાજીમાં 1.1 કરોડમાં રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ થનાર 13 વર્ષીય વૈભવ સૂર્યવંશીના દેખાવ પર તમામની નજર રહેશે. અન્ડર-19 એશિયા કપનું પ્રસારણ સોની સ્પોર્ટસની ચેનલો પરથી થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd