• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

તહેવારોમાં ભુજ સ્વામિ. મંદિરે અઢી લાખ ભાવિકો ઊમટયા

ભુજ, તા. 20 : કચ્છના પાટનગર ભુજ શહેરમાં આવેલા નૂતન સ્વામિનારાયણ મંદિરની વાત કરીએ તો દીપાવલીથી લાભ પાંચમ દરમ્યાન અઢી લાખથી પણ વધુ પ્રવાસીઓએ આ મારબલથી બનેલાં મંદિરની મુલાકાત લઇ દર્શનનો લહાવો લીધો હતો. માહિતી આપતાં મંદિરના સંત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના મહંત સ્વામી  ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, કોઠારી જાદવજી ભગતે સંતો, ટ્રસ્ટીઓમાં મુખ્ય કોઠારી મૂરજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, શશીકાંતભાઈ ઠક્કર અને સેવા આપનારા હરિભક્તો સાથે પરામર્શ કરી મંદિરના દ્વારે આવનાર કોઈ પણ પ્રવાસીઓ અને હરિભકતોને પૂરતા પ્રમાણમાં રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો મળી રહે તેની તકેદારી રાખવામાં આવે તે પર ખાસ ધ્યાન રાખવું અને કોઇ પણ વ્યક્તિ ભોજન-પ્રસાદથી વંચિત ન રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવી હતી, આ સમય દરમ્યાન સવારે ચા-કોફી-દૂધ અને નાસ્તો તો બપોરે અને સાંજ ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. દોઢ લાખથી પણ વધારે પ્રવાસીઓએ લાભ લીધો હતો. ભોજન વ્યવસ્થામાં ભંડારી કોઠારી સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, પુરાણી પુરુષોત્તમસ્વરૂપદાસજી, રસોડા સેવાર્થીમાં ધનજીભાઈ રામજી ભૂડિયા, શિવજીભાઈ વિશ્રામ ભૂડિયા સાથે વિરજીભાઈ કરસન મેપાણી, માધાપર ગામની ટીમ સાથે સતત સેવાકાર્યમાં સંકળાયેલા હતા. પ્રવાસીઓ માટે ઉતારા અને રહેવાની સુવિધાની વાત કરીએ તો ભુજ સ્વામિનારાયણ મંદિરના શહેર અને બહારી વિસ્તારમાં આવેલ 8થી 10 જગ્યાઓમાં અંદાજિત  500 રૂમ એ.સી. અને 200 નોન એ.સી.ની વ્યવસ્થા કાયમી ધોરણે છે, જેની વ્યવસ્થા સ્વામી દેવસ્વરૂપદાસજીએ સંભાળીને પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં ઉતારા મળી શકે તે માટે કાર્યરત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang