• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

છેવાડાના માનવીનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન સરકારનો ધ્યેય

અંજાર, તા. 10 : તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે 24 લાખના ખર્ચે નવનિર્મિત  પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પંચાયત ઘરની ભેટ આપતા ગ્રામજનોને જણાવ્યું હતું કે, શહેરો જેવી સુવિધાઓ ગામડાંઓમાં ઉપલબ્ધ બને અને છેવાડાના માનવીનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એ જ ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે. ગ્રામ પંચાયતના સેવક અને દીકરીઓને પ્રાથમિકતા આપીને તેમના હસ્તે નવા પંચાયત ભવનનું લોકાર્પણ કરાવીને રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોટી નાગલપર ગામનો સંપ એ જ સૌથી મોટી મૂડી છે. ગુજરાત સરકાર વિકાસને પ્રાથમિકતા આપીને કામગીરી કરી રહી છે. આજે ગ્રાન્ટના અભાવના કારણે એકપણ વિકાસકાર્ય અટકી રહ્યું ન હોવાનું ઉમેર્યું હતું. દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ અપાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા અંજારના પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીએ એટીવીટી અંતર્ગત ગામના વિકાસ માટે અંદાજે રૂા. 5ાંચ લાખ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી. આ પંચાયત ઘરમાં તલાટી ઓફિસ, સરપંચ ઓફિસ સહિત જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ જયેશભાઈ જેઠવા, અગ્રણી નરેશભાઈ મહેશ્વરી, બી.કે. આહીર, ભગવાનજીભાઈ રાઠોડ, કાનજીભાઈ આહીર, નૌતમભાઈ ચૌહાણ, નરેશભાઈ થારુ, મનજીભાઈ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd