• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

શ્રમ કાયદામાં સુધારાથી કાયદાકીય પ્રક્રિયા પારદર્શક બનશે

ગાંધીધામ, તા. 10 : ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ચાર નવા લેબર કોડ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે  જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખે કંડલા, મુંદરા, તુણા સહિતના બંદરોમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો કર્મચારીઓ માટે નવા લેબર કોડની સમજણ અત્યંત જરૂરી  હોવાનું  કહ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું. ગાંધીધામના  મદદનીશ શ્રમ આયુક્ત એ. કે. શિહોરાએ ચારેય લેબર કોડ અંગે માર્ગદર્શન આપતા  જણાવ્યું હતું કે, અગાઉ અમલમાં રહેલા 29 અલગ-અલગ શ્રમ કાયદાઓ અને આશરે 1228 જેટલી જોગવાઈઓને સરળ બનાવી ચાર મુખ્ય કોડમાં સમાવી દેવામાં આવ્યા છે, જેના પરિણામે કાયદાકીય પ્રક્રિયાઓ વધુ પારદર્શક, વ્યવહારું અને અમલયોગ્ય બનશે. ખાસ કરીને ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ તરીકે કાર્યરત કર્મચારીઓને પણ સામાજિક સુરક્ષામાં સમાવવાના પ્રયાસો આ કોડનું મહત્ત્વપૂર્ણ પાસું છે. નવા લેબર કોડ માત્ર ઉદ્યોગો માટે જ નહીં પરંતુ સ્કૂલો, હોસ્પિટલો, કોમર્શિયલ સંસ્થાઓ, સેવા ક્ષેત્ર, લોજાસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ, વેરહાઉસિંગ તથા અન્ય અનેક ક્ષેત્રો માટે પણ લાગુ પડશે. તેવું જણાવ્યું હતું. ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી  મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ચાર નવા લેબર કોડ માત્ર કાયદાકીય સુધારાઓ નથી, પરંતુ શ્રમિક કલ્યાણ, ઔદ્યોગિક વિકાસ અને સુશાસન વચ્ચેનું સંતુલન સ્થાપિત કરનારા એક વ્યાપક સુધારાત્મક અભિગમ છે.  એસ.આર.કે. ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ હેડ ડો. સુરભિ આહીર તથા પ્રિન્સિપાલ ડો. નિર્દેશ બુચનો આભાર વ્યક્ત કરાયો હતો. અખિલ કચ્છ મજદૂર એસોસિએશનના અધ્યક્ષ સંતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને મજદૂર એક જ વિકાસરથના બે પૈડાં છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગ પ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના શ્રી એ. કે. શિહોરાએ વિગતવાર અને વ્યવહારું જવાબો આપ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રમ અધિકારી હાર્દિક પટેલ, ગાંધીધામ ચેમ્બર તરફથી ખજાનચી  કૈલેશ ગોર, કારોબારી સભ્યો  કમલેશ રામચંદાની,  રાકેશકુમાર જૈન, સી.એ. અનિમેષ મોદી, શરદ શેટ્ટી,  દીપક બજાજ,  જગદીશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત વેલસ્પન, રત્નમણી,  જિંદાલ, અદાણી ગ્રુપ, ટાટા પાવર, વિનસ પાઈપ્સ, ઇફકો, જર્મન ગ્રીન સ્ટીલ, ઇસ્પાત, માન, એ.એમ. ડબલ્યુ, તથા કંડલા-મુંદરા વિસ્તારના અગ્રણી ઉદ્યોગ ગૃહોના સિનિયર મેનેજમેન્ટ, પ્લાન્ટ મેનેજર્સ, એચ.આર. હેડ્સ, એડમિન અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત હતાં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd