• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

આરોગ્યની જાગૃતિ સુખી સમાજનો શણગાર

ભુજ, તા. 10 : ભુજ લોહાણા મહાજન આયોજિત તથા લોહાણા મહાજન આરોગ્ય સમિતિના ઉપક્રમે જ્ઞાતિજનો અને નાગરિકો માટે રવિવાર, તા. 27 સપ્ટેમ્બરના નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. દીપ પ્રાગટય પ્રસંગે  મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતીરા,મંત્રી કમલભાઈ કારિયા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, લોહાણા મહિલા આશ્રમના પ્રમુખ ચેતનભાઈ બારુ,  આરોગ્ય સમિતિના ચેરમેન ચિંતનભાઈ ઠક્કર, વાઈસ ચેરમેન કિશોરભાઈ ઠક્કર, જનસેવા સમિતિના ચેરમેન રાજુભાઈ ચોથાણી, વાઈસ ચેરમેન વિરેનભાઈ ઠક્કર, મહિલા મંડળ પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, અખિલ કચ્છ મહિલા પાંખ પ્રમુખ પંકજબેન રામાણી, પબ્લિક રિલેશન ઓફિસર જિતેન્દ્રભાઈ ઠક્કર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ડો. દીપભાઈ પવાણી - ઓર્થોપેડિક નિષ્ણાત, ડો. કમલ કાવા - એમ.ડી., ડો. અરુણાશંકર - ઈ.એન.ટી. નિષ્ણાત, ડો. કરણ પટેલ - યુરોલોજિસ્ટ, ડો. હિરલ રાજદેવ-એમ.એસ.એ સેવાભાવના દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડયું હતું. બ્લ્ડ રિપોર્ટ, ઈ.સી.જી., એક્સ-રે તથા દવાઓ નિ:શુલ્ક અપાઈ હતી. આ આયોજનમાં આયુષ હોસ્પિટલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કેમ્પમાં ભરતભાઈ સુથાર,  કશીશબેન, મયુરભાઈ ઠક્કર, રાણાભાઈ મારવાડા, મયુરીબેન નજાર, ભારતીબેન બગડા, સંઘનાબેન મહેશ્વરી, અર્ચનાબેન રાઠોડ, શારદાબેન શિયાલ તથા આસિસ્ટન્ટ અશ્વિનભાઈ અને હિમાંશુભાઈ સહિતના સ્ટાફગણે સેવા આપી હતી. આ પ્રસંગે અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા ભુજ લોહાણા મહાજનને રૂા.1,00,000નો ચેક અર્પણ કરાયો હતો. આ સહાયનો ઉપયોગ સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પૂરી પાડવાના હેતુથી થઈ શકે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આયુષ હોસ્પિટલની ટીમ, તબીબો અને સ્ટાફનું ભુજ લોહાણા મહાજનના પબ્લિકેશન સમિતિના ચેરમેન મીતભાઈ પુજારા, શિક્ષણ સમિતિના સભ્ય ધીરજભાઈ ઠક્કર, હર્ષદભાઈ (હકી) ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ભૂપેન્દ્રભાઈ ઠક્કર, જયસુખભાઈ ઠક્કર, મૂળરાજભાઈ ઠક્કર, મનીષભાઈ પલણ, ગિરધરભાઈ ઠક્કર, વિરા શેઠ હેમંતભાઈ પલણ, જયેશભાઈ ટી. ઠક્કર, યુવા મંડળના સંગઠન મંત્રી અર્ચિતભાઈ ઠક્કર, સોશિયલ મીડિયા ચેરમેન હીરાભાઈ ઠક્કર, હેમિંગભાઈ આઈયા, ખ્યાતિબેન ઠક્કર, મહેકબેન ઠક્કરના હાથે મોમેન્ટોથી સન્માન કરાયું હતું. મહાજનના સહમંત્ર અલ્પેશભાઈ ચંદે, ગરીમા પૂર્ણ નવરાત્રિ સમિતિના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર, કો-ઓર્ડિનેટર હર્ષદભાઈ ભીંડે, જયેશભાઈ કે. ઠક્કર, મહેશભાઈ રાજદે, અશોકભાઈ ઠક્કર, યુવા મંડળના પ્રમુખ નીલભાઈ સચદે, મંત્રી નમનભાઈ ઠક્કરે મુલાકાત લઈને આરોગ્યલક્ષી આયોજનને બિરદાવ્યું હતું. સંચાલન કમલ કારિયાએ સ્વાગત પ્રવચન હિતેશભાઈ ઠક્કરે કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd