ભુજ, તા. 12 : કચ્છના ઉદ્યોગકારો, એમએસએમઈ એકમો, વેપારીઓ
તથા નિકાસકારોને ઈ-કોમર્સનાં માધ્યમથી વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ
પહેલરૂપે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન, અધિક
મહાનિર્દેશક વિદેશ વેપાર, અમદાવાદ, ભારત
સરકાર, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે `ઈ-કોમર્સ એક્સપોર્ટ સમિટ એન્ડ અવેરનેસ પ્રોગ્રામ
ઓન એક્સપોર્ટ'નું આયોજન કરવામાં આવ્યું
હતું. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
ફેડરેશનના પ્રમુખ અનિલ એચ. ગોરે જણાવ્યું હતું કે, કચ્છમાં વિવિધ
ક્ષેત્રોમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓને માત્ર સ્થાનિક કે રાષ્ટ્રીય બજાર સુધી સીમિત
ન રાખી ઇ-કોમર્સનાં માધ્યમથી વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચાડવાની વિશાળ સંભાવના છે.
શ્રી ગોરે વધુમાં જણાવ્યું હતું કે, દેશના દરેક કચ્છની હસ્તકલા,
ટેક્સટાઇલ, ફૂડ પ્રોડક્ટ્સ, એન્જિનીયારિંગ, મેન્યુફેક્ચારિંગ સહિત વિવિધ ક્ષેત્રોનાં
ઉત્પાદનોમાં વૈશ્વિક બજાર માટે સારી તકો રહેલી છે. કાર્યક્રમમાં 200થી વધુ ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં Office of Addl. DGFT, Ahmedabad, Govt. of Indiaƒp Asst. DGFT દીપશિખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઇ-કોમર્સ
એક્સપોર્ટની પ્રક્રિયા, એક્સપોર્ટકારો
માટે ઉપલબ્ધ તકો તથા વિદેશ વેપાર સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ પાસાંઓ અંગે માહિતી આપી
હતી. FIEO, Gujarat-WR-i Head જયપ્રકાશ
ગોયલે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઈ-કોમર્સ એક્સપોર્ટ અને વૈશ્વિક બજારમાં પ્રવેશ
અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફોકીઆના કમિટી મેમ્બર મનીષ પાલને સ્વાગત પ્રવચન
કર્યું હતું. કચ્છ પોસ્ટ વિભાગના અધિકારી મોન્ટુ
વી. જોશી દ્વારા ડાક નિયત કેન્દ્ર અને એક્સપોર્ટ સર્વિસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં
આવી હતી. ડીએચએલ એક્સપ્રેસના એરિયા સેલ્સ મેનેજર ધ્રુવ કેશવાણી દ્વારા ઈ-કોમર્સ એક્સપોર્ટ
સોલ્યુશન્સ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીપક પાટિલે Walmart Vriddhi હેઠળ ઉપલબ્ધ સહાય અને
20 ટકા સુધીના ડિસ્કાઉન્ટ અંગે
માહિતી આપી હતી. પ્રશ્નોત્તરી સત્રમાં ઇ-કોમર્સ એક્સપોર્ટ, લોજિસ્ટિક્સ, કસ્ટમ્સ,
પેમેન્ટ, માર્કેટપ્લેસ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં
પ્રવેશ અંગેના પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. આભારવિધિ ભુજ ચેમ્બર
ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના એડવોકેટ સંદીપ શાહ દ્વારા કરવામાં આવી હતી.