• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ભારતીય જનતા પાર્ટી હંમેશા ભારતની સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે પ્રતિબદ્ધ

ભુજ, તા. 6 : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કચ્છ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર જિલ્લામાં ગુરુ વંદનાના કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે ભુજ શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ ધર્મસ્થળોએ જઈ સંતો, મહંતો, પૂજારીઓ તથા જૈન મહારાજના આશીર્વાદ મેળવી ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા તથા જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્યના નેતૃત્વમાં આગેવાનોએ સ્વામિનારાયણ મંદિર, આશાપુરા માતાજી મંદિર, કબીર મંદિર, ભગવતી ધામ તથા જૈન દેરાસરની મુલાકાત લઈ ગુરુ વંદના કરી હતી. સંતો અને મહંતોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને યોગ્ય દિશા આપનાર માર્ગદર્શક છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ભારતની સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે પ્રતિબદ્ધ રહી છે. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના નગરપતિ શીતલભાઈ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, જિલ્લા ભાજપ સંગઠનના અશોકભાઈ હાથી, પ્રફુલ્લાસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, બક્ષીપંચ મોરચાના હિતેષભાઈ ગોસ્વામી, પૂર્વ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ શાહ, વિજુબેન રબારી, જયંતભાઈ માધાપરિયા, રવિ ત્રવાડી, નરેશભાઈ મહેશ્વરી, ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપાસિંહ જાડેજાજિગરભાઈ શાહ તેમજ ભુજ શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નગરસેવકો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને મહિલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું  કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ-ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd