ગાંધીધામ, તા. 30 : ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના વેપાર-ઉદ્યોગને
સ્પર્શતા વિવિધ મુદ્દે વિશેષ ચર્ચા બેઠક યોજાઈ
હતી, જેમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કચ્છના
વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાની રજૂઆત કરાઈ હતી. આ બેઠકમાં રાજ્યની 15થી વધુ અગ્રણી ચેમ્બર, વેપાર-ઉદ્યોગના એસોસીએશન તથા વિવિધ ક્ષેત્રોના 50 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા
હતા. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ તથા
ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ગુજરાત
ચેમ્બરના પ્રાદેશિક પ્રતિનિધિ મહેશ પુંજ, સિનિયર કારોબારી સભ્ય હરિશ માહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના પ્રતિનિધિ
મંડળ દ્વારા કંડલા-માળિયા કોસ્ટલ હાઈ-વે, ગલ્ફ ઓફ કચ્છ સી બ્રિજ નિર્માણ કરવા, કચ્છમાં ઔદ્યોગિક વિકાસને અવરોધ ઉપર હવાઈસેવાને મજબૂત બનાવવા
માટે કંડલા એરપોર્ટનું વિસ્તરણ કરવા ભાર મુકાયો
હતો. આ ઉપરાંત કચ્છમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મેરીટાઈમ અને કોસ્ટલ ટૂરીઝમ સ્થળ વિકાસાવવા તથા આધુનિક એફ.એસ.એલ. સ્થાપનાની ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ
કાનગડ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશ પુંજે
નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ઉદ્યોગમૈત્રી
અને રોકાણલક્ષી નીતિઓનાં પરિણામે રાજ્ય વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વનીય ગંતવ્ય તરીકે
ઊભરી રહ્યંy છે. કચ્છનાં
સૌથી મોટા બંદર આધારિત ક્લસ્ટર તરીકે વિકસ્યુ છે,
ત્યારે કનેક્ટિવિટી, પ્રવાસન, એર ઈન્ફાસ્ટ્રકચર અને વ્યૂહાત્મક સુવિધાઓ સંબંધિત માગણી કરવામાં આવી હતી. રાજ્ય
સરકારનો આ અંગે સકારાત્મક અભિગમ સાંપડશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ચેમ્બર
મંત્રી મહેશ તીથાર્ણીએ કહ્યંy હતું કે,ચેમ્બરના
સતત હકારાત્મક અને પરિણામલક્ષી
અભિગમ સાથે વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ પહોંચાડતી રહી
છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચેમ્બરની રજૂઆતોને મળેલા પ્રતિસાદ અને સફળતાઓના કારણે આજે રાજ્યસ્તરે ગાંધીધામ ચેમ્બરની વિશિષ્ટ નોંધ લેવાઈ
છે. કચ્છ વિકાસને સ્પર્શતા મહત્ત્વના ચાર મુદ્દા
આ પ્રદેશને આર્થિક, સામાજિક અને
પ્રવાસન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સર્વાંગી
વિકાસ, રોકાણ પ્રોત્સાહન, ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ,
રોજગારી સર્જન અને પ્રદેશવાર સંતુલિત વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનો
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. વિવિધ રજૂઆતો
તરફ આવેલાં સૂચનો અંગે સરકારે ગંભીરતાથી વિચારણા
કરી યોગ્ય કરવાની તેમણે હૈયાધારણ આપી હતી.