• બુધવાર, 24 જૂન, 2026

કચ્છમાં અદ્યતન હૃદય શસ્ત્રક્રિયા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

ભુજ, તા. 23 : હૃદયરોગની સારવારમાં કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ સર્જરીને સૌથી જટિલ અને ઉચ્ચ કૌશલ્યની માંગ કરતી સર્જરીઓમાંની એક છે. હૃદયને રક્ત પુરવઠો કરતી ધમનીઓમાં ગંભીર અવરોધ સર્જાય ત્યારે દર્દીનાં જીવનને બચાવવા માટે આ સર્જરી  મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.  ભુજ સ્થિત ડો. ઉમંગ કમલેશ સંઘવીની સંઘવી હોસ્પિટલમાં તાજેતરમાં જટિલ બાયપાસ સર્જરી  સફળતાપૂર્વક કરવામાં આવી હતી.  આ સર્જરી દરમિયાન દર્દીના હૃદય, ફેફસાં, રક્તપરિભ્રમણ તથા અન્ય જીવનરક્ષક પરિમાણોનું સતત અને અત્યંત સચોટ નિરીક્ષણ આવશ્યક રહે છે. સર્જરીની સફળતા માટે સંઘવી હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડો. મનીષ શર્મા, કાર્ડિયોલોજિસ્ટ ડો. ગૌરવ દિવાણી, ઇન્ટેન્સિવ કેર નિષ્ણાત ડો. રાહુલ ત્રિવેદી, ડો. વિશાલ ખત્રી, એનેસ્થેસિયોલોજિસ્ટ, પરફ્યુઝનિસ્ટ તથા  નર્સિંગ સ્ટાફ વચ્ચે સંકલન અને ટીમવર્કનું  યોગદાન રહ્યું હતું. સંઘવી હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક ઓપરેશન થિયેટર, અદ્યતન કાર્ડિયાક મોનિટરિંગ સિસ્ટમ, ક્રિટિકલ કેર યુનિટ અને અનુભવી તબીબી ટીમના સંયુક્ત પ્રયાસોથી આ જટિલ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.હોસ્પિટલના તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવી સર્જરીઓ માટે માત્ર અદ્યતન ટેક્નોલોજી પૂરતી નથી, પરંતુ સમયસર નિર્ણય લેવાની ક્ષમતાટીમવર્ક અને દર્દીની સુરક્ષા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા પણ મહત્ત્વપૂર્ણ છે. આ સિદ્ધિ કચ્છના આરોગ્ય ક્ષેત્ર માટે નોંધપાત્ર ગણાઈ રહી છેહવે હૃદયની જટિલ સર્જરી માટે દર્દીઓને અમદાવાદ, રાજકોટ કે અન્ય મોટાં શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. સંઘવી હોસ્પિટલના સીઈઓ પ્રતીક શાહે જણાવ્યું કે, સંઘવી હોસ્પિટલ ભવિષ્યમાં પણ અદ્યતન હૃદયરોગ નિદાન, સારવાર અને સર્જરી સેવાઓ દ્વારા કચ્છ તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યસેવા પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.  

Panchang

dd