• બુધવાર, 24 જૂન, 2026

શૈક્ષણિક ક્ષેત્રે રાજ્યમાં અવ્વલ ભુજની છાત્રાનું વિશિષ્ટ બહુમાન

ભુજ, તા. 23 : તેરાપંથ સંઘ ભુજ દ્વારા સંઘની છાત્રા ચેરી પ્રજ્ઞા હરેશ ખંડોલની નોંધનીય શૈક્ષણિક સફળતાને વધાવવા સન્માન સમારોહ યોજાયો હતો. સંઘના અધ્યક્ષ વાડીલાલભાઈ નેમજીભાઈ મહેતાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સમાજજનોએ સિદ્ધિને બિરદાવી હતી. ચેરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 પીઆર સાથે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી પરિવાર સાથે સમગ્ર તેરાપંથ સંઘનું ગૌરવ વધાર્યું છે. તેવી લાગણી વ્યક્ત કરી સિદ્ધિને વધાવવા સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ વાડીલાલભાઈએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં તે સમાજની અન્ય અભ્યાસ કરતી દીકરીઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બની રહેશે. કાર્યક્રમમાં તેયુંપ અધ્યક્ષ જિજ્ઞેશ દોશી, મહિલા મંડળના ભારતીબેન શાહ, અણુવ્રત સમિતિના અધ્યક્ષ મહેશભાઈ મહેતા, ટીપીએફના મંત્રી સંદીપભાઈ, મહાસભાના શાંતિલાલભાઈ જૈન, હસમુખભાઈ મહેતા, ફત્તેચંદ બાબરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંયોજન સંઘના મંત્રી ધનસુખભાઈ કુબડિયા, આશિષભાઈ બાબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે જ સંઘના નવા અધ્યક્ષ તરીકે હસમુખભાઈ મહેતાનું સ્વાગત કરાયું હતું તેવું મહેશ પી. મહેતાની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd