• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

આદિપુરમાં બાળકો વડીલો રમ્યા વિસરાતી રમતો

ગાંધીધામ, તા. 23 ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં સમયાંતરે સામાજિક સંસ્થાઓ દ્વારા બાળકોની થી લઈને વડીલો સુધી ના વ્યક્તિઓ સહભાગી થઈને પોતાનું બાળપણ જીવંત કરે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજના બાળકોમાં મોબાઈલ ફોનના વધતા વ્યાપના કારણે  બાળકો  શેરી રમતો ભુલ્યા છે. બાળકો આ રમતો તરફ વળે અને ઈલેકટ્રોનીક ગેઝેટ તફરનું આકર્ષણ ઓછું કરે તે હેતુથી મહાનગરપાલિકા અને આદિપુરની રોટરી કલબ સમર્થ દ્વારા પ્રથમ વખત નવતર કાર્યક્રમોનું આયોન કરાયું હતું. આ દરમ્યાન વડીલોએ પણ પોતાના બાળપણના દિવસો તાજા કર્યા હતાં. મુંબઈ જેવા મેટ્રો સીટીની માફક થયેલા આ આયોજન દરમ્યાન બાળકો ખુશખુશાલ જણાયા હતાં.ં આદિપુરમાં રોટરી ક્લબ ઓફ આદિપુર સમર્થ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સ્ટ્રીટ ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું.રવિવારે સવારના ભાગે મહારાવ મદનાસિંહ ચોક ખાતે ધમાલ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુરના નાગરિકો એ તણાવ છોડી ને બાળપણની જૂની ભુલાઈ ગયેલી રમતો રમ્યા હતા બાળકોથી લઈને વડીલો એ ગિલી ડંડા, લખોટી દોરડા કૂદ લીંબુ ચમચી, દોરડા ખેંચ, જેવી અનેક રમતો રમી હતી. આ પ્રસંગે રોટરી ઇન્ટરનેશનલ ના 121 માં જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. આ ધમાલ સ્ટ્રીટ દરમિયાન પોલીસે બે કલાક ટ્રાફિક્ સ્થગિત કરીને સહકાર આપ્યો હતો. અન્ય વ્યવસ્થાઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. રમતોની વ્યવસ્થાઓ રોટરી ક્લબ ઓફ રોટરી સમર્થ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્લબના સભ્ય રાજુભાઈ ઉત્સવ, ઘનશ્યામભાઈ મ્યાત્રા, શરીફ ઉપાય ખત્રી, ઇલિયાસભાઈ ખત્રી, ભાવિકભાઈ ઝાલા, અર્પિતભાઈ તન્ના, સેક્રેટરી તરુણ સોલંકી, પ્રમુખ સીમા નંદા અને મહાનગરપાલિકાના મોહનભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા અંગે અનુરોધ કરાયો હતો. બાળકોના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારની રમતોનું સમયાંતરે આયોજન કરવાની  નેમ વ્યકત કરવામાં આવી હતી.

Panchang

dd