ભુજ, તા. 23 : નવી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત શિક્ષણની ગુણવત્તા સુધારણા અને માળખાંગત સુવિધા સઘન કરવા
વ્યાવસાયિક શિક્ષણ અને ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મળી રહે તે માટે કાર્યરત હાલ 16 શાળાને
કેન્દ્ર સરકારના પ્રયાસોથી PMશ્રી શાળાઓ તરીકે શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજ્ય
સરકાર દ્વારા વધુ 18 નવી શાળા બનાવવાની મંજૂરી મળી
છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણની ગુણવત્તા સુધારણા અને માળખાંગત
સુવિધા સઘન કરવા વ્યાવસાયિક શિક્ષણ અને ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મળી રહે તે માટે
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છમાં 16 શાળાને PMશ્રી યોજના હેઠળ સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવામાં આવી
છે તથા હજુ પણ માળખાંગત અને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા પર વિશેષ કાળજી રાખી વધુ
વિકસાવવામાં આવી રહી છે, તેવામાં રાજ્ય સરકાર દ્વારા વધુ 18 ઙખશ્રી
શાળાની મંજૂરી અપાઈ છે, આ શિક્ષણ શાળાઓ શિક્ષણમાં ક્રાંતિ લાવશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય
પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજાસિંહ ઝાલા, ટીપીઈઓ, બી. આર.સી./સી. આર. સી. દ્વારા સમયાંતરે
પીએમશ્રી શાળાઓની સમીક્ષા હાથ ધરવામાં આવે છે. ઉપરોક્ત કામગીરી સમીક્ષા અંતર્ગત
આજે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમાર દ્વારા ગાંધીધામની જૂની સુંદરપુરી, અંજાર તાલુકાની મીંદિયાળા તથા ભુજ તાલુકાની કુકમા પ્રા. શાળાની મુલાકાત
લેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાની માળખાંકીય સુવિધાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મેદાન ઇત્તર સહઅભ્યાસિક
પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી જરૂરી સૂચનો કર્યાં હતાં. તદુપરાંત શાળાને મળતી
નાણાકીય ગ્રાન્ટનું સુચારુ ઉપયોગ થાય તેની તકેદારી રાખવા પર પ્રાથમિક
શિક્ષણાધિકારી શ્રી ઝાલાએ ભાર મૂક્યો હતો. PMશ્રી સ્કૂલોને
મોડેલ સ્કૂલ બનાવી અન્ય સ્કૂલો પ્રેરણા લે તે માટે રાજ્ય સરકાર તરફથી વધુ 18 સ્કૂલ
જિલ્લાને નવી મળી છે, જે આવતાં સત્રથી જિલ્લામાં કાર્યરત થઈ જશે, તેવું
જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.