• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

સેવાકાર્યો સહાય નહીં સમાજ પ્રત્યે સંવેદનાનું પ્રતીક

માંડવી, તા. 23 : જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન 3બી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાહેલી, યંગ જાયન્ટસ્ ડિવિઝન માંડવીનો વર્ષ 2026 માટેના હોદેદારોનો શપથિવિધિ સમારોહ રોટરી હોલ માંડવીમાં જાયન્ટ્સ વેલ્ફેર ફેડરેશન ફાઉન્ડેશન 3બી ના પ્રમુખ ડો. મધુકાંતભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે આર્થિક સહાય નહીં સમાજ પ્રત્યેની સંવેદનાનું પ્રતીક ગણાવી સેવાનું ઉદાહરણ ટીમના સહયોગથી પૂરું પાડયું હોવાનું જણાવ્યું હતું.  સ્વામીનારાયણ સર્વોદય ટ્રસ્ટ કોડાય ગુરુકુળના ચેરમેન શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ તરીકે રાજેશભાઈ સોની, મંત્રી હર્ષ ત્રિવેદી, ઉપપ્રમુખ ભરતભાઈ કપ્ટા તથા યોગેશચંદ્ર ભટ્ટ, ખજાનચી પરેશભાઈ અઘેરા, સહમંત્રી પરીન વાંઝા, સો. મીડિયા ઓફિસર પિયુષ પંચાલ, આઈ.પી.પી. હિંમતાસિંહ જાડેજાએ શપથ લીધા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના સાહેલીના પ્રમુખપદે વિભાબેન ઓઝા, મંત્રી રંજનીબા જાડેજા, ઉપપ્રમુખ બંસરીબેન સુરૂ તથા પાર્વતીબેન નાકર, સહમંત્રી ડોલરબા ભટ્ટી, ખજાનચી દિયાબા રાઠોડ, સો. મીડિયા ઓફિસર શિવાનીબેન રાવલ, આઈપીપી જયશ્રીબેન સોની તેમજ યંગ જાયન્ટ્સ ડિવિઝનના પ્રમુખ તરીકે દીયા સોની, ઉપપ્રમુખ પ્રત્યક્ષ પારેખ તથા મંત્રી હીર બુદ્ધભટ્ટીએ શપથ ગ્રહણ કર્યા હતા. 2026માં વિવિધ પ્રવૃત્તિઓ માટે ચેરમેનપદે તેમાં ડો. સંજયભાઈ કોઠારી -આરોગ્ય, ચંપકભાઈ મામતોરા-સાંસ્કૃતિક, અશોકભાઈ ઠક્કર - પર્યટન, જીતુભાઈ સોની -શિક્ષણ, પરાગભાઈ પરમાર-પર્યાવરણ, વસંતગીરી ગોસ્વામી-જીવદયા તથા મહેશભાઈ સોની - જન્મદિવસ માટે નિમણૂક કરાઈ હતી. ઈન્સ્ટોલેશન ઓફિસર અને યુનિટ ડાયરેક્ટર દીપકભાઈ પી. સોનીએ શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ નરોત્તમભાઈ ઓધવજી થલેશ્વર તથા વિમલાબેન થલેશ્વરે 50 હજારનું દાન આપ્યું હતું. ડો. આચાર્યએ જાયન્ટ્સની પરંપરાની વાત કરી 25 વર્ષની યાત્રાને બિરદાવી હતી. ઓગષ્ટ માસમાં અથર્વ ચિંતન મહેતા તરફથી મેડિકલ કેમ્પની જાહેરાત કરી રૂા.11 હજારનું ડોનેશન આપ્યું હતું.  ઉપપ્રમુખ યોગેશભાઈ, કો -ઓર્ડિનેટર કલ્પનાબેન જોશીએ મેગેઝિન સંપાદક યોગેશભાઈ મહેતાએ સેવા પરમો ધર્મને અનુસરી સમાજની જવાબદારીઓ નિભાવી રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. નવા હોદ્દારો દ્વારા જીવદયા, મહિલા સશક્તિકરણ, શૈક્ષણિક, પર્યાવરણ, મેડિકલક્ષેત્રે વૃક્ષારોપણ, સફાઈ તથા સ્લમ એરિયાના બાળકો સાથે તહેવારોની ઉજવણી સહિતના કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી. દાતાઓ તથા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પિયુષ પંચાલ તથા હર્ષ ત્રિવેદી તથા આભારવિધિ પરેશભાઈ અઘેરાએ કરી હતી.

Panchang

dd