• સોમવાર, 31 માર્ચ, 2025

એન્કર કન્ઝ્યુમરે પ્રીમિયર સોપ સેગમેન્ટમાં હાજરી મજબૂત બનાવી : ડાયના સોપ્સ માટે બ્રાન્ડ એમ્બેસડર તરીકે મૃણાલ ઠાકુર નિયુક્ત

મુંબઈ, તા. 27 : પોતાના શ્રેષ્ઠતમ સ્કીનકેર ફોર્મ્યુલેશન્સ માટે જાણીતા એન્કર કન્ઝ્યુમર પ્રોડકટ્સ ગ્રુપની પ્રીમિયમ બ્યૂટી સૉપ બ્રાન્ડ ડાયનાએ જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુરને તેની નવી બ્રાન્ડ એમ્બેસડર જાહેર કરી છે. બેનમુન સુંદરતા, આત્મવિશ્વાસ અને કુદરતી સૌંદર્ય ધરાવતી મૃણાલ ડાયનાના સારને સંપૂર્ણપણે સાર્થક કરે છે અને તેને બ્રાન્ડની લેટેસ્ટ કેમ્પેઇન પહલી ઝલક કરે ખૂબસૂરત અસર' માટે આદર્શ ચહેરો બનાવે છે.  આ જાહેરાત પ્રીમિયમ બ્યૂટી સૉપ સેગમેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે ડાયનાની વ્યૂહાત્મક પહેલ છે. મૂલ્ય સાથે સમાધાન કર્યા વિના અનેરો સ્કીનકેર અનુભવ ઇચ્છતા ગ્રાહકો માટે હાથ ધરાઈ છે. એક મહત્વાકાંક્ષી આદર્શ તરીકે મૃણાલ એવી આધુનિક મહિલાઓ સાથે ગહનપણે જોડાય છે જેઓ સુંદરતા, આત્મવિશ્વાસ અને પોતાની સંભાળ રાખવાને પ્રાથમિકતા આપે છે. ડાયના સાથેનું મૃણાલનું જોડાણ એવા સમયે થયું છે જ્યારે બ્રાન્ડ પ્રીમિયમ બ્યૂટી સેગમેન્ટમાં પોતાની હાજરી વિસ્તારી રહી છે અને 76 ટકા ટીએફએમ (ટોટલ ફેટી મેટર) અને શૂન્ય ફિલર્સ સાથેના ગ્રેડ 1 સૉપ ઓફર કરી રહી છે જે સંપૂર્ણ શુદ્ધતા અને અસરકારકતાનું પ્રતીક છે. અસલી ઘટકતત્વો સાથે બનેલો ડાયના સૉપ ગહનપણે પોષણ આપવા, લાંબો સમય સુધી તાજગીને લીધે મહિલાઓ માટે પહેલી પસંદ છે.   એન્કર કન્ઝ્યુમર પ્રોડકટ્સના ડિરેક્ટર કરણ શાહે જણાવ્યું હતું કે `ડાયના શાલીનતા, સંતુલન અને કાલાતીત સુંદરતા માટે વખણાય છે અને મૃણાલ ઠાકુર સાચા અર્થમાં તેનું પ્રતિનિધિત્વ કરે છે. ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની તેની સફર અમારી બ્રાન્ડની પ્રગતિનું પ્રતાબિંબ પાડે છે.' આ અંગે મૃણાલ ઠાકુરે જણાવ્યું હતું કે `હું ડાયના સાથે ભાગીદારી કરતા રોમાંચ અનુભવું છું. આ એક એવી બ્રાન્ડ છે જે ખરેખર સુંદરતા અને આત્મવિશ્વાસના સારને સમજે છે. નવું કેમ્પેઇન ફર્સ્ટ ઇપ્રેશનના જાદુને સુંદર રીતે સમાવે છે. આ એક રોમાંચક સફર છે અને હું તેનો ભાગ બનવા માટે આતુર છું`.  ઉઝેર ખાન દ્વારા દિગ્દર્શિત અને 30 જયભ જ્ઞર ફિળય દ્વારા નિર્મિત ડાયનાની નવી ટીવી જાહેરાત મૃણાલને એક આત્મવિશ્વાસુ, તેજસ્વી મહિલા તરીકે દર્શાવે છે જેની હાજરી અવિસ્મરણીય અસર છોડી જાય છે. તેની ટેગલાઇન `પહલી ઝલક કરે ખૂબસૂરત અસર' સાથે સરળ રીતે જોડાય છે. એન્કરના ક્રિએટિવ ડિરેક્ટર કુણાલ શાહે ઉમેર્યું હતું કે, `ડાયનાનું નવું પેકેજિગ પ્રીમિયમ સુંદરતા અને ટકાઉપણાનું મિશ્રણ કરે છે, જે હરિયાળા ભવિષ્ય માટે રિસાયકલ કરી શકાય તેવા ઘટકતત્વોમાંથી બનાવવામાં આવ્યું છે. ડાયનાના ચહેરા તરીકે હરહંમેશ તેજસ્વી મૃણાલ ઠાકુર સાથે તે સુંદરતા, આત્મવિશ્વાસ અને સભાન જીવનને સંપૂર્ણ રીતે રજૂ કરે છે.' ડાયના સતત નવીનતા લાવી રહી છે અને બદલાતા બ્યૂટી ટ્રેન્ડ્સ પ્રમાણે અનુરૂપ થઈ રહી છે ત્યારે મૃણાલ ઠાકુર સાથેની તેની ભાગીદારી પ્રીમિયમ સ્કીનકેરના નવા યુગનો સંકેત આપે છે જે વૈભવતા અને સુલભતાને મિશ્રિત કરે છે. આ કેમ્પેઇન ડિજિટલ અને પરંપરાગત મીડિયા પર નોંધપાત્ર અસર કરશે તેવી અપેક્ષા છે, જે ભારતીય બજારમાં અગ્રણી બ્યુટી સૉપ તરીકે ડાયનાની સ્થિતિને મજબૂત બનાવશે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd