• સોમવાર, 31 માર્ચ, 2025

માનવતાના મોભી સમાન મુફ્તી-એ-કચ્છને ગાંધીધામમાં શ્રદ્ધાંજલિ

ગાંધીધામ, તા. 27 : કચ્છની કોમી એકતાના મસીહા મુફ્તી-એ-કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રમજાન માસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના મોભી એવા કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાની પુણ્યતિથિ નિમિત્તે ગાંધીધામ ખાતે તમામ મસ્જિદોમાં તથા નિઝામુદ્દિન દરગાહ દિલ્હી ખાતે ઈફતાર અને ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથો સાથ ગાંધીધામમાં મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાનાં નિવાસસ્થાને પણ ઈફતારનું આયોજન કરાયું હતું, જેમાં આઝમ કચ્છ સૈયદ અહમદશા બાવા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ સૈયદ અલી અકબરશાબાવા (ભાભા સાઈ), જીલાની, સૈયદ માસુમશા જીલાની, સૈયદ નેઅમતુલ્લાશા જીલાની, સૈયદ અલી અકબરશા (પ્રમુખ, સૈયદ સાદાત સમાજ), સૈયદ રફિક બાપુ, સૈયદ કાસમશા બાપુ, સૈયદ મહેબુબશા બાપુ, સૈયદ મોઈનબાપુ વગેરે રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ હાજી જુમા રાયમાએ મીર સૈયદ હાજી અહમદશા બાવા સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજ માટે આદર્શ છે. તેમના પ્રયત્નો થકી સમાજમાંથી અનેક કુરિવાજો દૂર થયા છે. તેમણે કચ્છમાં અનેક સંસ્થાઓ ઊભી કરી હતી. ચાલતી ફરતી યુનિવર્સિટી જેટલું એકલા હાથે કામ કર્યું હતું. તેમની પ્રેરણા થકી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક સંસ્થાઓ, અગ્રણીઓ કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd