ભુજ, તા. 8 : અહીંના 1923થી કાર્યરત લોહાણા બોર્ડિંગ
ટ્રસ્ટનો શતાબ્દી મહોત્સવનો ઉજવણી સમારોહ આગામી તા. 15/2/25 શનિવારે બોર્ડિંગ ટ્રસ્ટ હસ્તક
ચાલતા બી.એલ.બી. હંસાબેન ઠક્કર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં સાંજે 5.30 વાગ્યે ઊજવાશે. આ અવસરે સમારોહના
મુખ્ય અતિથિ તરીકે કચ્છનું ગૌરવ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિલયભાઈ અંજારિયા
ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના ચેરમેન હીરાલાલ ઠક્કર તથા મેનેજિંગ ટ્રસ્ટી મગનલાલ ઠક્કરે
રસજ્ઞોને ઉપસ્થિત રહેવા ઈજન આપ્યું છે.