• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

આર્થિક ઉપાર્જન કરી હકનું ખાય તે જ સાચો મનુષ્ય

કોડાય (તા. માંડવી), તા. 30 : ઇશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ તલવાણા દ્વારા સુમતિનાથ પાંગળાઘર ખાતે ધનતેરસ નિમિત્તે ગૌપૂજન અને સંતોના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. મુનિ ભાગ્યોદય સાગરજી મ.સા.એ મહેનત કરી આર્થિક ઉપાર્જન કરતા હકનું ખાય તેનું નામ મનુષ્ય હોવાનું અને અહિંસાએ પરમો ધરમની વાત કરતા માનવીના જીવનમાં નાના પશુ-પક્ષી, જીવો માટે કરૂણા ઉતારવા શીખ આપતા સતત જીવદયાના કાર્યો કરવા જણાવ્યું હતું. ગણિવર્ય રાજરત્ન સાગરજી મ.સા.એ માંગલિક ફરમાવી આશીર્વચન પાઠવ્યા હતા. બિદડા સર્વોદયના ચેરમેન વિજયભાઇ છેડાએ કોડાય પુલની આજુબાજુના વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા જેવી પ્રવૃત્તિઓને મોટા પ્રમાણમાં વેગ મળ્યો છે ત્યારે સંસ્થાની ગૌસેવાની પ્રવૃતિને તેમણે પંથકભર માટે પ્રેરણારૂપ ગણાવી હતી. નાના ભાડીયાના જળક્રાંતિના પ્રણેતા દેવાંધભાઇ ગઢવીએ સંતોના માર્ગદર્શન થકી જીવદયાની પ્રવૃત્તિને વેગ મળે છે. સંસ્થાના પશુ સેવાના કાર્યો અભિનંદનને પાત્ર ગણાવ્યા હતા. મુંબઇથી સંસ્થાના પ્રમુખ તલકચંદ દેઢિયાએ સર્વે સહયોગી દાતા-શ્રેષ્ઠીઓ, કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ત્રિકમભાઇ દેસાઇ (ના. મામલતદાર), જયાબેન છેડા (દાતા), ભરતભાઇ ચૌધરી, મહેન્દ્ર છેડા, લક્ષ્મીબેન છેડા, વિપુલ ચૌધરી, મોહન દેસાઇ, કૌશિકભાઇ છેડા સહિતનું સંસ્થા દ્વારા સન્માન થયું હતું. ટ્રસ્ટી પોપટભાઇ ફુરીયા, પ્રવિણભાઇ જેસંગ, મેહુલ રાજગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ મેનેજીંગ ટ્રસ્ટી હરિસિંહ જાડેજાએ કરી હતી, વ્યવસ્થા ટ્રસ્ટીઓ અને સ્ટાફગણે સંભાળી હતી. ધનતેરસ નિમિતે વિવિધ દાતાઓ દ્વારા ગૌસેવા માટે પાંચ લાખ જેટલી રકમ એકત્ર થઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang