• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ગ્લોબલ સાઉથ માટે વિઘ્નહર્તા બને બ્રિક્સ : મોદી

નવી દિલ્હી, તા. 13 : બ્રિક્સમાં ભારતના, તો ગ્લોબલ સાઉથમાં બ્રિક્સના અવાજને બુંલંદ બનાવતી 18મી બ્રિક્સ સમિટના સમાપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને ક્રિટિકલ મિનરલ્સના `શત્રીકરણ' સામે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે વિશ્વએ હવે બ્રિક્સ દેશો સમક્ષ વચનો જ નહીં પણ નક્કર પરિણામોની મીટ પણ માંડી છે. મોદીએ ખમીર, સંશોધનાત્મક, સહકાર અને ટકાઉપણા સાથે `િબ્રક્સ'માં સહકાર મજબૂત કરવાના આહ્વાન સાથે કહ્યું હતું કે, સમૂહ દ્વારા વિકસિત ઉપાયો વ્યાપક ગ્લોબલ સાઉથ (વિકાસશીલ અને અલ્પવિકસિત એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો)ની જરૂરિયાતો પૂરી કરી શકે તેવા હોવા જોઇએ. દિલ્હીમાં યોજાયેલી બે દિવસની આ સમિટના અંતે વડાપ્રધાને કહ્યું હતું કે, બ્રિક્સમાં ગ્લોબલ સાઉથનો અવાજ સંભળાય છે અને તેમનું મૂલ્ય વધ્યું છે એટલે બ્રિક્સ પ્રત્યે તેનો ભરોસો પણ મજબૂત બનશે. નવી દિલ્હી ઘોષણાપત્ર સહિયારા વિઝનને નવી દિશા આપશે, બ્રિક્સ માત્ર દેશોનો સમૂહ નહીં પણ સમાધાનની ઈકોસિસ્ટમ પણ છે. મોદીએ બ્રિક્સના આગામી યજમાન તરીકે ચીનને અભિનંદન આપ્યા હતા. ક્રિટિકલ મિનરલ્સની નિકાસ પર નિયંત્રણોની ચીનની નીતિ રહી છે ત્યારે તેના `શત્રીકરણ' અંગે મોદીની ટિપ્પણી મહત્ત્વપૂર્ણ મનાય છે. બ્રિક્સ શિખર સંમેલનના સફળ સમાપનની ઘોષણા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેતવણી આપી હતી કે, ટેકનોલોજી તેમજ મહત્ત્વપૂર્ણ, દુર્લભ ખનિજોનો હથિયારની જેમ ઉપયોગ કરવો અયોગ્ય છે. આવા કૃત્યથી કોઈ એકલદોકલ દેશ નહીં પરતું આખી દુનિયાના વિકાસ તેમજ પ્રગતિ પર અસર પડે છે, તેવી લાલબત્તી રશિયા, ચીન, ઈરાન સહિત દેશોના વડાઓની ઉપસ્થિતિ વચ્ચે વડાપ્રધાને ધરી હતી. બ્રિક્સ શિખર સંમેલન સમાપન સમારોહની શરૂઆતમાં ભારત મંડપમ્માં બ્રિક્સના સભ્ય દેશોના નેતાઓની સમૂહ તસવીર માટે વિશેષ ફોટો સેશન કરાયું હતું. આ સમૂહ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની વચ્ચે ઊભેલા જોવા મળ્યા હતા. મોદીએ બ્રિક્સ દેશોને પરસ્પર સહયોગ વધારવા અને પુરવઠા સાંકળ (સપ્લાય ચેઈન) મજબૂત કરવાની ભારપૂર્વક અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દુનિયા એટલી બધી એકબીજા સાથે જોડાયેલી છે કે એક ભાગમાં કટોકટી બાકીના વિશ્વને અસર કરે છે. તેમણે કહ્યું કે રોગચાળો, આબોહવા સંબંધિત આફતો અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપોએ સાબિત કર્યું છે કે આજે કટોકટીઓ ફક્ત એક પ્રદેશ સુધી મર્યાદિત નથી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વધતા જતા વૈશ્વિક તણાવની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે. તેથી, ભવિષ્યના સંકટ સામે ઇછઈંઈજ દેશો માટે તેમના અર્થતંત્રો અને પ્રણાલીઓને મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંકટ આવ્યા પછી પ્રતિક્રિયા આપવાને બદલે, અપેક્ષા રાખવી, તૈયારી કરવી અને સમયસર પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીના ભાષણ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સહિત અનેક બ્રિક્સ નેતાઓ હાજર રહ્યા હતા. ભાષણ પહેલા, બ્રિક્સ નેતાઓએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રુપ ફોટો માટે પોઝ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ સમિટની બાજુમાં અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન કર્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd